મેળામાં એક ખતરનાક રાઈડ લગભગ પડતા પડતા બચી ગઈ. પોતાની જગ્યા પર સતત ચક્કર લગાવનારી આ રાઈડમાં અનેક લોકો બેઠા હતા ત્યાં તે તૂટી ગયો. આ જોઈને ત્યાં ઉભેલા લોકો ગભરાઈ ગયા. આ ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના અમેરિકાના મીશિગન ટ્રૈવર્સ સિટીમાં નેશનલ ચેરી ફેસ્ટિવલમાં થઈ.
This angle is much, much worse! Wow pic.twitter.com/2cEJK3h0ee
— philip lewis (@Phil_Lewis_) July 10, 2021
પ્રાપ્ત વિગતો અનુસાર કોઈને કોઈ જ નુકસાન થયું નથી અને બધા જ લોકો સુરક્ષીત રાઈડમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જો કે, ટ્વીટર અને રેડિટમાં આ વિડીયો ખૂબ વાયરલ થયો. સદનસીબે ત્યાં ઉપસ્થિત દર્શકોએ રાઈડ તૂટના જોઈ તો તેઓ તુરંત જ ત્યાં ગયા અને શક્ય તમામ પ્રયત્નો કર્યા.
ચેરી ફેસ્ટિવલનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કેટલાય લોકો આ ડરામણી ક્ષણને પોતાના ફોનમાં કેદ કરી હતી. અત્યારસુધી આ વિડીયો પર 4.5 મિલિયન વ્યુઝ આવ્યા છે. જ્યારે નજીકથી રેકોર્ડ કરવામાં આવેલો એક વિડીયો ખૂબ જ ડરામણો હતો.