ટ્રાફિક જામ જ્યારે પણ થાય છે ત્યારે આપણે સામાન્યરીતે આસપાસ ઉભેલા લોકો સામે જોવાનું શરૂ કરી દઈએ છીએ. આવી જ એક ક્ષણે એક અદભૂત સીન સામે આવ્યો છે. ઈન્ટરનેટ પર આ વિડીયો જોરદાર રીતે વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં એક માથા વગરનો શખ્સ સ્કૂટી ચલાવી રહ્યો છે. તેને જોઈને રેડ લાઈટ પર ઉભેલા લોકો ગભરાઈ જાય છે.
View this post on Instagram
આ વાયરલ વિડીયોને જોઈને આપ પણ ચોંકી જશો. આ વિડીયોને જોઈને અનેક લોકો અચંબિત થઈ ગયા છે. તો કેટલાક લોકો હસવાનું પણ રોકી શકતા નથી. વાયરલ વિડીયોમાં દેખાય છે કે, રોડ પર લોકો સિગ્નલ પર ઉભા છે. ત્યાં જ એક સ્કૂટી આવીને ઉભી રહે છે. આ સ્કૂટીને એક એવો વ્યક્તિ ચલાવી રહ્યો છે કે જેને માથુ નથી.
આ વિડીયોમાં લોકોના એક્સપ્રેશન્સ જોવા લાયક છે. જે પણ સ્કૂટી વાળા વ્યક્તિને જોઈ રહ્યા છે તેના હોશ ઉડી જાય છે. આ વિડીયો આપને પણ હસાવી દેશે. ઈન્સ્ટાગ્રામ પર આ વિડીયોને જાટ કે જોક્સ નામના અકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે.