દુલ્હનોની એન્ટ્રી મામલે જમાનો ખૂબ જ બદલાઈ ગયો છે. હવે દુલ્હનો ડોલી પર નહી પરંતુ બાઈક પર આવવા લાગી છે. કેટલીક દુલ્હનો સહેલીઓ સાથે નાચતા-નાચતતા વેડિંગ વેન્યુ પર ધાંસુ એન્ટ્રી કરે છે, કેટલીક દુલ્હનો કાર ચલાવીને પહોંચે છે અને કેટલીક દુલ્હનો બાઈકની સવારી કરતા-કરતા આવે છે. આવી જ એક દુલ્હનની જબરદસ્ત એન્ટ્રી જોઈએ.
View this post on Instagram
આ વાયરલ વિડીયોમાં બાઈક પર બે છોકરીઓ દેખાઈ રહી છે. બંન્નેએ સુંદર ચોલી અને જ્વેલરી પહેરી છે. બંન્ને સહેલી ખૂબ મસ્તીથી બાઈક પર મજા લેતા-લેતા વેન્યુ સુધી પહોંચે છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે દુલ્હન પોતાની સહેલી સાથે બાઈક પર લગ્નના વેન્યુ સુધી પહોંચે છે. કેટલીક યુવતીઓને બાઈકનો ગજબનો ક્રેઝ હોય છે એ વાત આ ઘટના પરથી સાબિત થાય છે.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા આ વિડીયોને અત્યારસુધીમાં 17,000 થી વધારે લોકો જોઈ ચૂક્યા ચે. વિડીયો પર ફીમેલ યુઝર્સની કમેન્ટ્સ જોઈને લાગી રહ્યું છે કે, તેમને ન માત્ર આ યુવતીઓનો અંદાજ પસંદ આવ્યો પરંતુ તે પોતે પણ પોતાના લગ્નમાં આવી જ એન્ટ્રી કરવા ઈચ્છે છે.