કેટલાક લોકો ફૂડમાં અલગ-અલગ અને ખતરનાક કહી શકાય એવા એક્સપેરિમેન્ટ્સ કરતા હોય છે. ખાવા-પીવા સાથે થતી આવી છેડછાડને જોઈને ફૂડી લોકો ગુસ્સામાં આવી જતા હોય છે. પરંતુ ફૂડમાં કેટલાક લોકો એવું પણ ઈનોવેશન કરતા હોય છે કે જે લોકોને ખૂબ પસંદ પણ આવતું હોય છે.
View this post on Instagram
શું તમે ચોકલેટ ઢોસા વિશે ક્યારેય સાંભળ્યું છે? અથવા તો શું તમે ક્યારેય ચોકલેટ ઢોસા ખાધા છે ખરા? જો ના… તો ચલો આજે ચોકલેટ ઢોસા વિશે જાણી અને વિડીયો પણ માણીએ.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિ ચોકલેટ ઢોંસા બનાવી રહ્યો છે. લોકોને સામાન્ય રીતે સાઉથ ઈન્ડિયન ડિશ વધારે પસંદ આવતી હોય છે. પરંતુ આ ફૂડ એવું છે કે જેમાં એક્સપેરીમેન્ટ્સ ન કરો તો જ સારું. પરંતુ એક વ્યક્તિ સાઉથ ઈન્ડિયન ફૂડના ઢોંસામાં એક્સપેરીમેન્ટ્સ કરીને ચોકલેટ ઢોંસા બનાવી બેઠો.
પોતાના પ્રીય ઢોંસા સાથે થયેલી છેડછાડને જોઈને લોકોને એટલો બધો ગુસ્સો આવ્યો કે, લોકો કમેન્ટ્સમાં પેલા ભાઈનો રીતસરનો ઉધડો લઈ લીધો. કેટલાક લોકોએ ત્યાં સુધી પણ કહી દિધું કે, ગરુડ પુરાણમાં આના માટે અલગ સજા છે. કેટલાક લોકોએ કહ્યું કે, આ ઢોંસો ખાવો એ વિશ્વનો સૌથી મોટો ખોટો નિર્ણય હશે.