બાળકોની નટખટતા તો કોને ન ગમે… આ બાળકો પોતાની આ જ નિર્દોષતાના કારણે બધાના દિલ જીતી લે છે. સોશિયલ મીડિયા પર આ બાળકો પોતાનું ટેલેન્ટ બતાવતા હોય છે. તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ રીલ્સ પર એક નાનકડી દિકરીનો જબરદસ્ત વિડીયો વાયરલ થયો છે. આ દિકરી એટલી ક્યૂટ એક્ટિંગ કરી રહી છે કે જેને જોઈને મજા આવી જાય.
View this post on Instagram
આ દિકરીનું નામ છે વાન્યા દત્તા. આ ક્યૂટ બાળકીના મોડલ, અને કન્ટેન્ટ ક્રિએટર વિડીયો જોઈને આપ તેના ફેન થઈ જશો. વાન્યાના અકાઉન્ટ પર એક ખૂબ જ ક્યૂટ રિલ્સ વિડીયો શેર કરવામાં આવ્યો હતો જેમાં તે સાસુમાનો રોલ ભજવી રહી છે. આ Look માં તેણે માથે ઓઢ્યું છે અને કપાળે ચાંદલો પણ કર્યો છે. આ વિડીયોમાં રોટલી માટે તે પોતાની વહુને ઠપકો આપતી દેખાઈ રહી છે.
વાન્યા દત્તા એટલી સારી એક્ટિંગ કરે છે કે, સાસુની સાથે તેણે વહુનો પણ રોલ નિભાવી લીધો. આના માટે તેણે પોતાના ગેટઅપમાં બદલાવ કર્યો હતો. વહુના રૂપમાં તેણે સાસુને સરખી રીતે રોટલી વણવાની રીત શિખવાડી અને સાસુમાની બોલતી બંધ થઈ ગઈ. વાન્યાની આ ક્યૂટનેસ પર લોકો ફિદા થઈ રહ્યા છે.