કુતરા માણસોના સૌથી વફાદાર અને સાચા સાથી કંઈ અમથા નથી કહેવાતા. હકીકતમાં તેમની હરકતો જ લાજવાબ હોય છે. અત્યારે ઈન્સ્ટાગ્રામ પર એક સ્વેગર કુતરાના જુગાડનો વિડીયો જોરદાર વાયરલ થયો છે. કુતરાનો રાજાશાહી અંદાજ જોઈને આપને પણ પહેલી જ નજરે તેના પર પ્રેમ આવશે.
View this post on Instagram
સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર એક મજેદાર વિડીયો શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો ખુદ ઈન્સ્ટાગ્રામના ઓફિશીયલ અકાઉન્ટે અપલોડ કર્યો છે. આમાં ફ્રીજની અંદર બેઠેલું એક શ્વાન દેખાઈ રહ્યું છે. ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે ફ્રીજની લાઈટ ઓન છે એટલે કે ફ્રીજ ચાલી રહ્યું છે અને મસ્ત ઠંડુ પણ છે.
ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ વિડીયોમાં એક શ્વાન ફ્રીજની અંદર બેઠેલું દેખાઈ રહ્યું છે. ફ્રીજની દરેક શેલ્ફ પર સામાન રાખવામાં આવેલો છે. બસ નીચે વાળી શેલ્ફ પર થોડીક જગ્યા બચેલી છે. શ્વાન તેમાં જ એડજસ્ટ થઈને આરામથી બેસી ગયું છે. માનવામાં આવી રહ્યું છે કે, ગરમીથી કંટાળીને શ્વાને પોતાના આરામ ફરમાવાની આવી મસ્ત ઠંડી જગ્યા શોધી હશે.