કેટલાક લોકો જિંદગીમાં ખૂબ જ મસ્ત થઈને રહેવાનું પસંદ કરતા હોય છે. તેમના દરેક કામમાં તેમની મસ્તીની ઝલક દેખાતી હોય છે. સોશિયલ મીડિયા કોઈ ખેતરનો એક મજેદાર વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આમાં એક યુવતી પોતાની મસ્ત અદાઓ દેખાડી રહી છે. આ વિડીયોને જોઈને આપને પણ ખૂબ જ મજા આવી જશે.
View this post on Instagram
સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર એક ખેતરનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં કેટલીક છોકરીઓ નજરે આવી રહી છે. તે તમામ પાણીથી ભરેલા ખેતરમાંથી પાક લણી રહી છે. ત્યાં જ એક યુવતી કમર લચકાવતા લચકાવતા ફસલ તોડવા લાગે છે. બેકગ્રાઉન્ડમાં ગીત ચાલી રહ્યું છે કે મેં તો ચલુંગી એસે મટકકર. ત્યાં ઉપસ્થિત બાકી તમામ છોકરીઓ તેને જોઈને મૂડમાં આવી જાય છે.
ડાન્સ કરનારી છોકરી અન્ય છોકરીઓ પાસેથી પસાર થઈને તેમને પોતાના લટકાથી ટક્કર મારવા લાગે છે. આ વચ્ચે જ પાક લણી રહેલી એક છોકરી ત્યાં જ પડી જાય છે. તેની આ હાલત જોઈને અન્ય છોકરીઓ પણ હસવા લાગે છે. આ પ્રકારે હસી-ખુશી બધા જ મળીને પોતાનું કામ પતાવે છે.