સમુદ્રની વચ્ચે એકલી હતી યુવતી અને અચાનક આવી ગઈ વિશાળકાય વ્હેલઃ જૂઓ દિલધડક વિડીયો

એક વિશાળ વ્હેલ વાસ્તવમાં એક મહિલાની નજીક આવી ગઈ કે જે ઉંડા વાદળી સમુદ્રમાં પેડલબોર્ડિગ કરી રહી હતી. આખી ઘટના ડ્રોન કેમેરામાં કેદ થઈ ગઈ અને આના વિડીયોના દ્રશ્યો ખૂબ જ હ્યદયસ્પર્શી છે.

વિશાળ વ્હેલે પેડલબોર્ડર પર સવાર અર્જેન્ટિનાની ગોલ્ફો નુએવોને કાયાકિંગ કરતા સમયે પોતાની વિંગથી થોડો ધક્કો માર્યો. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે, આ સમયે વ્હેલને કોઈપણ પ્રકારનું સંકટ અનુભવાયું હોત તો છોકરીનો જીવ પણ જઈ શકતો હતો.

જો કે, આ વિડીયો જોવામાં ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. પરંતુ કયાકિંગ કરનારી અર્જેંટીનાની ગોલ્ફોનો જીવ બિલકુલ હલકમાં જ રહી હશે. વિશાળ વ્હેલને જોઈને કોઈપણ વ્યક્તિની હાલત ખરાબ થઈ જાય પરંતુ ગોલ્ફોએ ખૂબ જ સુઝ-બુઝથી હોશીયારી સાથે વ્હેલનો સામનો કર્યો.

આ વિડીયોને જોયા બાદ નેટિજન્સ ખૂબ જ ખુશ છે. 54 સેકન્ડના વિડીયોમાં વ્હેલને પેડલબોર્ડરની નજીક આવતી અને તેની નીચે જતી જોઈ શકાય છે.

ફોટોગ્રાફર મેક્સી જોનાસે ક્લિપને શેર કરતા ટ્વીટ કર્યું, આને બે મિલિયનથી વધારે વાર આ વિડીયો જોવામાં આવ્યો છે. મેક્સિએ ટ્વીટના કેપ્શનમાં લખ્યું કે, મને લાગે છે કે, આજે મેં પોતાના જીવનનો સૌથી સારો વ્હેલનો ડ્રોન વિડીયો બનાવ્યો. એક લોકલ વોટર-સ્પોર્ટ્સ ટુરીઝમ ઓપરેટર ઓસ્કર કમ્સે એપીને જણાવ્યું કે, આ એ દુર્લભ ક્ષણ છે કે જેની કલ્પના પણ ન કરી શકાય.

Scroll to Top