રોડ પર સામાન્ય કારોથી લઈને લક્ઝરી કારોને દરેક વ્યક્તિએ જોઈ હશે. કાર ચલાવનારા લોકો સામાન્ય રીતે ડ્રાઈવર સીટ પર બેસીને કાર ચલાવે છે પરંતુ અત્યારે જે વિડીયો વાયરલ થયો છે તે ખરેખર અજીબોગરીબ છે. કાર એટલી નાની છે કે કોઈપણ વ્યક્તિ આ કારમાં બેસી ન શકે પરંતુ આમ છતા શખ્સે એવું કર્યું કે, કોઈને ભરોસો પણ નહી થાય. જી હા, આ વિડીયો ટ્વીટર પર લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
Nice little motor pic.twitter.com/7JOrZjkZg7
— Best Videos 🎥🔞 (@_BestVideos) August 5, 2021
ઈન્ટરનેટ પર દેખાઈ રહેલા આ વિડીયોમાં ઓરેન્જ કલરની એક નાનકડી કાર ગાર્ડન એરીયાથી રોડ પર આવતી દેખાય છે. તેને જોયા બાદ તમામ લોકોને એવું લાગશે કે કદાચ આ એક રિમોર્ટ કંટ્રોલ કાર છે. પરંતુ જેવી જ કાર રોડ પર આવીને ઉભી રહે છે તો કંઈક અજીબો ગરીબ વસ્તુ જોવા મળે છે. ડ્રાઈવર સીટ પર કોઈ બેઠેલું નથી. અચાનકથી એક શખ્સ તેની અંદરથી બહાર આવતો દેખાય છે.
લોકો હેરાન છે કે, એક નાનકડી કાર કે જેમાં બેસવાની જગ્યા નથી તે છતા એક વ્યક્તિ અંદર જઈને કેવી રીતે ડ્રાઈવ કરે છે. લોકોને આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વિડીયોને એક વ્યક્તિએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પરથી શેર કર્યો છે. આ વિડીયોને સાડા પાંચ હજારથી વધારે લોકો અત્યારસુધીમાં જોઈ ચૂક્યા છે.