કેટલાક લોકોને શ્વાન પાળવાનો ખૂબ જ શોખ હોય છે. પરંતુ શ્વાનને પાળ્યા બાદ દરેક વ્યક્તિ તેને ઘરના સભ્યની જેમ જ રાખે તે જરૂરી હોતું નથી. સામાન્ય રીતે એવા સમાચારો વાયરલ થતા રહે છે કે જેમાં રોડ પર લાવારીસ હાલતમાં શ્વાનો દેખાયા હોય તેવી વાત સામે આવે છે. સોશિયલ મીડિયા પર એક શ્વાન અને તેના માલિકનો એક ઈમોશનલ વિડીયો અત્યારે વાયરલ થયો છે.
What a cruelty it is to abandon one's pet 💔
While the owner faces charges for such a cruel act, the pet has found a new home now.https://t.co/g9r0T2smTV
— Sudha Ramen 🇮🇳 (@SudhaRamenIFS) August 26, 2021
ભારતીય વન વિભાગના ઓફિસર સુધા રમને સોશિયલ મીડિયા સાઈટ ટ્વીટર પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયો સુમસાન હાઈવે પર શૂટ કરવામાં આવ્યો હતો.. આમાં એક વ્યક્તિ પોતાના પાલતુ કૂતરા સાથે ગાડીમાંથી ઉતરે છે. બાદમાં તે પોતાના કૂતરાને રોડના છેડે લઈ જઈને તેના ગળાનો પટ્ટો કાઢી લે છે. વિડીયો જોઈને સ્પષ્ટ દેખાય છે કે, આ પાલતુ શ્વાન આ વ્યક્તિનું જ હતું.
શ્વાનના ગળામાંથી પટ્ટો કાઢ્યા બાદ શખ્સે તેને લાવારીસ હાલતમાં હાઈવે પર જ મૂકીને ભાગી જાય છે. શ્વાન લાંબા સમય સુધી કારની પાછળ-પાછળ દોડે છે પરંતુ તે વ્યક્તિનું હ્યદય જરા પણ પીગળતું નથી. તે એકવાર પણ પાછો વળીને પોતાના શ્વાન સામે જોતો નથી. ટ્વીટર પર આ વિડીયોને અત્યારસુધીમાં કુલ 3 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે.