માથા પર તરબૂચ મૂકીને જોરદાર ડાન્સ કરી રહ્યો છે આ શખ્સઃ વાયરલ થયો વિડીયો

લગ્ન અને પાર્ટીઓમાં લોકો ખુલીને ડાન્સ કરતા હોય છે. આ જશ્નના માહોલમાં જેને ડાન્સ ન આવડતો હોય તેના પગ પણ દમદાર મ્યુઝીક સાંભળ્યા બાદ થરકવા લાગતા હોય છે. સામાન્ય રીતે પાર્ટીઓમાં એવું જોઈ શકાય છે કે, ગીત વાગતા જ લોકો પોતાની કમર મટકાવવા માટે આવી જાય છે.

કેટલીક વાર લોકો તેમના વિડીયોઝ જોઈને જ તેમના દિવાના થઈ જાય છે. તો કેટલીકવાર સોશિયલ મીડિયા પર કેટલાક વિડીયોઝ અપલોડ થતા જ ખૂબ જ વાયરલ થઈ જતા હોય છે. આવો જ એક વિડીયો સોશીયલ મીડિયા પર વાયરલ થયો છે.

 

View this post on Instagram

 

A post shared by hepgul5 (@hepgul5)

સામાન્યરીતે લોકો પાર્ટીઝમાં પોતાના પાર્ટનર સાથે ડાન્સ કરતા હોય છે. પરંતુ અત્યારે એક યુવકનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં આ યુવક તરબૂચને પોતાના માથા પર મૂકીને ગજબ રીતે ડાન્સ કરતો દેખાઈ રહ્યો છે.

વિડીયોમાં જોઈ શકાય છે કે, પાર્ટીનો માહોલ છે. તમામ લોકો પોતાની ધુનમાં મસ્તીથી ડાન્સ કરી રહ્યા હોય છે અને ત્યાં જ એક શખ્સ પણ મસ્તીથી ડાન્સ કરતો-કરતો આવે છે અને સામે ઉભેલા શખ્સ પાસેથી તરબૂચ મંગાવે છે. બાદમાં તે તરબૂચને પોતાના માથા પર મૂકે છે અને માથા પર તરબૂચને બેલેન્સ કરીને ડાન્સ કરતો દેખાય છે.

Scroll to Top