સોશિયલ મીડિયા પર અત્યારે એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેને જોઈને તમે હેરાન થઈ જશો. આ વિડીયો એક રેસ્ટોરન્ટનો છે. અહીંયા લૂંટારુઓ લૂંટ કરી રહ્યા હતા પરંતુ આ આખા ઘટનાક્રમ વચ્ચે પણ એક વ્યક્તિ શાંતીથી બેસીની ચિકન વિંગ્સ ખાઈ રહ્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડ કરી રહ્યો છે.
આ વિડીયોમાં આપ જોઈ શકો છો કે, લૂંટારા પાસે એક પિસ્તોલ છે જેને તે હવામાં લહેરાવી રહ્યો છે. પિસ્તોલ હવામાં લહેરાતા તે રેસ્ટોરન્ટમાં ઉપસ્થિત લોકો પાસેથી તેમનો કિંમતી સામાન માંગે છે. તમામ લોકો એક-એક કરીને પોતાનો સામાન આપવા લાગે છે. આ વચ્ચે એક વ્યક્તિ નજર આવી રહ્યો છે કે, જે આરામથી બેસીને ચીકન ખાઈ રહ્યો છે.