સોશિયલ મીડિયા પર ફૂડ વિડીયોઝ ખૂબ પસંદ કરવામાં આવે છે. કુકિંગ વિડીયો જોઈને લોકો નવી-નવી વાનગીઓ બનાવતા શીખે છે. તાજેતરમાં જ એક મજેદાર કુકીંગ વિડીયો વાયરલ થયો છે જેને જોઈને તમારું મગજ હલી જશે. આ વિડીયો બેંગ્લોરના એક ચાઉમીન વેન્ડરનો છે.
View this post on Instagram
ભારતીયોને સ્ટ્રીટ સ્ટાઈલનું તીખુ ફૂડ ખુબજ પસંદ હોય છે. Food Affairs નામના એક ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક રોડ પર આવેલા ચાઉમીન સ્ટોલનો વિડીયો શેર કરવામાં આવ્યો છે. આ વાયરલ વિડીયોમાં એક વ્યક્તિ રોડ પર એક સ્ટોલ લગાવીને ચાઉમીન બનાવી રહ્યો છે. પરંતુ આ ભાઈનો અંદાજ એવો છે કે, ખરેખર આ વિડીયો જોઈને મજા જ આવી જાય.
આ વાયરલ વિડીયોને 71,000 થી વધારે લોકોએ અત્યારસુધીમાં જોયો છે. આ કુકીંગ વિડીયોમાં ચાઉમીન બનાવનારા વ્યક્તિની એનર્જી જોવા લાયક છે. તે માથુ હલાવી-હલાવીને મસ્તી કરતો-કરતો ગ્રાહકો માટે ચાઉમીન બનાવી રહ્યો છે. આ વ્યક્તિની એનર્જી અને હલતુ માથુ જોઈને લાગી રહ્યું છે કે જાણે તેને કોઈ ભયાનક કરંટ લાગ્યો હોય. આ વિડીયોને લોકોએ ખૂબ પસંદ કર્યો છે.