વૃદ્ધ વ્યક્તિ સાથે રસ્તા પર જ પગ ને લંબાવીને બેઠા હતા આઈએએસ અધિકારી: કારણ જાણીને તમે પણ તેમની પ્રશંસા કરશો.

બહુ ઓછા લોકો એવા હોય છે જે સફળતા મેળવવાની સાથે જમીન અને સાદગી સાથે પણ જોડાયેલા હોય છે. જો આવા લોકો ક્યાંય જોવા મળે તો તેમના પ્રત્યેનું માન ખૂબ જ વધી જાય છે. સાદગીથી ભરેલી આવી જ એક તસવીર સોશિયલ મીડિયા પર હાલ ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકોને આ તસવીર ખૂબ જ પસંદ આવી રહી છે.

આ તસવીર આઈએએસ અધિકારી રમેશ ઘોલાપની છે જે રસ્તાની બાજુમાં એક વૃદ્ધ ખેડૂત સાથે બેઠા છે. તેમની સાદગી ચિત્રોમાં સ્પષ્ટ પણે પ્રતિબિંબિત થાય છે. એ વૃદ્ધ વ્યક્તિ પણ ખચકાટ વિના અધિકારી સાથે વાતચીત કરી રહ્યા છે.

તસવીરમાં તમે જોઈ શકો છો કે રમેશ ઘોલાપ તેની ઇનોવા કારમાંથી બહાર નીકળીને રસ્તાની બાજુમાં બેઠેલા વૃદ્ધ સાથે જમીન પર બેઠા હતા અને વાત કરી રહ્યા હતાા. આ સમય દરમિયાન આઈએએસ અધિકારીની સાથે તેના અંગરક્ષકો પણ છે પરંતુ તે કારમાં બેસીને વૃદ્ધ વ્યક્તિ અને તેમની વચ્ચેનું દ્રશ્ય જુએ છે.

આ સુંદર તસવીર આઈએએસ અધિકારી રમેશ ઘોલાપે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેણે આ તસવીરને કેપ્શન આપ્યું હતું, “અનુભવ છે કે, મારી માટીની પકડ મજબૂત છે. આરસ પર તો પગ લપસતા જોયા છે.”

આઈએએસ અધિકારી રમેશ ઘોલાપની આ તસવીરને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે અને લોકો જુદી જુદી ટિપ્પણીઓ સાથે તેમની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ મેં આવી સાદગી જોઈ નથી.’ તો એક યુઝરે લખ્યું, ‘ સાદગીથી મોટી કોઈ સુંદરતા નથી.’

આ ઉપરાંત એક યુઝરે લખ્યું હતું કે, ‘આ દૃશ્ય જોઈને આનંદ થયો’, જ્યારે એક યુઝરે લખ્યું હતું કે, ‘મારા દિલથી તમારી વિચારધારાને સલામ.’ સાથે જ એક યુઝરે લખ્યું હતું કે,’આવી સાદગી હવે ભાગ્યે જ જોવા મળે છે.’ વળી, ઘણા લોકોએ તેના પર કોમેન્ટ અને પ્રશંસા કરી હતી અને લોકો તેની સાદગીના ચાહક બની ગયા છે. રમેશ ઘોલાપની તસવીરને અત્યાર સુધીમાં 4,000થી વધુ લાઇક્સ અને ૩૮૦ થી વધુ રિટ્વીટ મળ્યા છે.

રમેશ ઘોલાપ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના વારસી તહસીલના મહાગાંવના છે. તે ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવ્યા હતા. તેની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે તેના પિતા સાયકલ રિપેરિંગ શોપમાં કામ કકરતાં હતા. રમેશ ઘોલાપે જ તેના પરિવારને સંભાળ્યો અને અભ્યાસ ચાલુ રાખ્યો.

રમેશ ઘોલાપે 2010માં યુપીએસસીની પરીક્ષા આપી હતી પરંતુ તે સફળ થઈ શક્યા ના હતા. ત્યાર બાદ 2011માં તેણે ફરી પ્રયાસ કર્યો અને આ વખતે તે સફળ થયા. તેમણે ૨૦૧૧ માં યુપીએસસીની પરીક્ષા ૨૮૭ ના ઓલ ઇન્ડિયા રેન્ક સાથે પાસ કરી હતી અને આઈએએસ અધિકારી બન્યા હતા.

Scroll to Top