લાંબા સમયથી કાર હવામાં ઉડાવવાની ઈચ્છા ધરાવતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. એક એવી કાર કે જે ચાલવાની સાથે હવામાં ઉડવાની પણ ક્ષમતા ધરાવે છે. જો કે, આ વાત જેટલી રસપ્રદ છે એટલા જ તેમાં પડકારો પણ છે. જો કે, હવે આ સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. આ પ્રકારની એક કારે બજારમાં હવે ઐતિહાસિક ઉડાન ભરતા એક શહેરથી બીજી શહેરની સફર પૂર્ણ કરી છે.
આ કારે સ્લોવાકિયામાં નાઈટ્રા અને બ્રાતિસ્લાવા નામના બે શહેરો વચ્ચે ઉડાન ભરી હતી. કારે બે શહેરો વચ્ચેનું અંતર 35 મિનિટમાં પૂરૂ કર્યું હતું. આ પરિક્ષણ કરનાર કંપની એરકારે કહ્યું હતું કે, લેન્ડિંગ બાદ એક જ બટન દબાવતાની સાથે આ કાર મિનિટની અંદર પ્લેનમાંથી સ્પોર્ટસકારમાં ફેરવાઈ ગઈ હતી.
આ કારને એરકાર નામક કંપનીએ બનાવી છે અને આ કારે ગત 28 જૂનના રોજ સ્લોવાકિયાના બે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નિત્રા અને બ્રાતિસ્લાવા બચ્ચે ફ્લાયિંગ કર્યું. બંન્ને એરપોર્ટ વચ્ચેના અંતરને પૂર્ણ કરવામાં આ કારને માત્ર 35 મીનિટનો સમય લાગ્યો. આટલું જ નહી પરંતુ આ કાર માત્ર ત્રણ મીનિટમાં ઉડનારી કારમાં પરિવર્તિત થઈ જાય છે. આ કારમાં 160 હોર્સ પાવરનું બીએમ ડબલ્યુનું એન્જિન લાગ્યું છે.
કાર 8200 ફૂટની ઉંચાઈ પર 1000 કિમી સુધી ઉડવા માટે સક્ષમ છે. તે 170 કિમીની ઝડપે ઉડી શકે છે અને અત્યાર સુધીમાં તેણે 40 કલાક ઉડ્ડયન કર્યુ છે. કારને વિમાનમાં બદલાતા માંડ 2 મિનિટનો સમય લાગતો હોય છે.
ફ્લાઈંગ કાર ચર્ચામાં છે. કારણકે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે ફ્લાઈંગ કાર ધનાઢ્ય વર્ગ માટે આદર્શ વિકલ્પ પૂરવાર થઈ શકે છે. કેટલીક કાર કંપનીઓ પણ ફ્લાઈંગ કારના મોડેલ બનાવવા પર કામ કરી રહી છે.