જાપાનમાં થયેલા ભયંકર ભૂસ્ખલનમાં અનેક મકાનો વહી ગયાઃ વાયરલ થયો વિડીયો…

જાપાનના શિજુઓકા પ્રાંતમાં ભીષણ ભૂસ્ખલનની ખોફનાક તસવીરો સામે આવી છે. આ ઘટનાના વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, ભૂસ્ખલનની ચપેટમાં આવવાથી વિસ્તારના કેટલાય મકાન તાશના પત્તાઓની જેમ વહી ગયા. પ્રાપ્ત વિગતો અનુસાર, રાજધાની ટોક્યોના પશ્ચિમી અતામી શહેરમાં માટી ધસી જવાથી કેટલાય મકાનો વહી જવાથી ઓછામાં ઓછા 20 લોકો ગુમ થઈ ગયા છે.

જાપાની અધિકારીઓએ આ મામલે જાણકારી આપી છે. મધ્ય જાપાનના શિજુઓકા પ્રાંતમાં આપદા પ્રબંધન અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટના શનિવારે સવારે અતામી શહેરમાં થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે, ઓછામાં ઓછા 20 લોકો લાપતા છે અને બચાવ કર્મચારી તેમની શોધખોળ કરી રહ્યા છે. જો કે, હજી કોઈ વ્યક્તિના મૃત્યુની પુષ્ટી થઈ નથી. જાપાનમાં આ સપ્તાહની શરૂઆતથી જ વરસાદ થઈ રહ્યો છે.

ભૂસ્ખલન થતાં આખો વિસ્તાર કીચડ અને કાટમાળથી ઢંકાઇ ગયા છે. આ જ રીતે તબાહીનો મંજર જોવા મળ્યું. સ્થાનિક અધિકારીઓએ સેલ્ફ ડિફેન્સ ફોર્સના જવાનોની પણ મદદ માંગી છે. કહેવાય છે કે આ ભૂસ્ખલન સવારે 10.30 વાગ્યે આવ્યું. આ વિસ્તારમાં કેટલાંય હોટ સ્પા રિસોર્ટ છે. આ બધાની વચ્ચે પ્રધાનમંત્રી યોશિહિદે સૂગાએ આપદા મંત્રી યાસૂફૂમી તાનાહાશી સાથે વાત કરી છે.

Scroll to Top