વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહીઃ જાણો ક્યાં પડશે કેટલો વરસાદ

ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. આ વખતે ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ સારો રહેવાની હવામાન વિભાગે પણ પહેલા આગાહી છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં છેલ્લા ચાર દિવસમાં સારો એવો વરસાદ પડ્યો છે જેને જે લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે. રાજ્યમાં 20 જુલાઈ બાદ ભારેથી રે અતિભારે વરસાદની આગાહી છે.

બેદિવસમાં જ રાજ્યના 118 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે જૂનાગઢના મેંદરડામાં 5 ઇંચ, અમદાવાદ અને  નડિયાદમાં 3.5 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં લો  સિસ્ટમ સક્રિય થતા દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફુંકાઈ શકે છે, અમરેલીના જાફરાબાદ, ગીર સોમનાથના વેરાવળ અને કચ્છના કંડલા બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હવે અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આ વખતેભારે વરસાદ થવાનો છે.

તો બીજી તરફ ગીર સોમનાથના વેરાવળ બંદર પર પણ ત્રણ નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવાયું છે. ગુજરાત મેરિટાઈ બોર્ડે હવામાન વિભાગ તરફથી મળેલી સૂચના બાદ માછીમારોને સાવચેત કરવા ત્રણ નંબરનું સિગ્નલ લગાવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા પણ સ્થાનિક પ્રશાસને સૂચના આપી છે. ભારે વરસાદની આગાહીના પગલે અમરેલીના જાફરાબાદ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે.

હવામાન  વિભાગે સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ કલાક માટે તોફાની પવન સાથે વરસાદની આગાહી કરી છે અને ઓરેંજરેં એલર્ટ જાહેર કરાયું છે. વરસાદની આગાહીને પગલે જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. દરિયામાં કરંટ અને પવનની સ્પીડ વધેતેવી શક્યતાને ધ્યાને રાખી મેરિટાઈમ બોર્ડે માછીમારોની સલામતી માટે બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી સાવચેત કર્યા છે.

Scroll to Top