વેધર વોચ ગ્રુપની ઓનલાઈન બેઠક: આગામી અઠવાડિયામાં રાજ્યમાં વરસાદને લઈને કરાઈ આ આગાહી

રાહત કમિશનર અને સચિવશ્રી હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર ગઈ કાલે યોજવામાં આવ્યો હતો. રાહત કમિશનરશ્રી પટેલે કહ્યું છે કે, ગઈ કાલ સવારના 6.00 થી બપોરના 2.00 સુધી રાજયમાં 12 જિલ્લાઓના 23 તાલુકાઓમા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં ૩૪ એમ.એમ વરસાદ નોંધાયો હતો. રાજયમાં મોસમનો અત્યાર સુધી તા.૨૨/૦૬/૨૦૨૧ અંતિત 78.30 મીમી વરસાદ નોંધાયો છે. જે છેલ્લા ત્રીસ વર્ષની રાજયની એવરેજ 840 મી.મી ની સરખામણીએ 10.38% રહ્યો છે.

IMD ના અઘિકારીએ કહ્યું છે કે, 19 જુન સુધીમાં ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. જયારે દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, ગીર સોમનાથ, પોરબંદર અને જુનાગઢમાં પ્રમાણમાં વરસાદ ઓછો રહ્યો છે. આગામી અઠવાડીયામાં રાજ્યમાં વરસાદ ૫ડવાની સંભાવના હાલ નહિવત જોવા મળી રહી છે.

કૃષિ વિભાગના અધિકારીશ્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે, ચાલુ વર્ષે અંદાજીત 6.894 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.21/06/2021 સુધીમાં કરાયું છે. ગયા વર્ષે સમાન સમયગાળા દરમિયાન 1.394 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૮.૦૬% વાવેતર કરવામાં આવ્યું છે.

સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે, સરદાર સરોવર જળાશયમાં 1,50,627 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહ શકિતના 45.09 % રહેલ છે. રાજયનાં ૨૦૬ જળાશયોમાં 2,06,910 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના 37.14 % ભાગ છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ ૦૪ જળાશય રહેલા છે. જ્યારે એલર્ટ ૫ર એકપણ જળાશય નથી તેમજ વોર્નીગ ૫ર 07 જળાશય રહેલા છે.

એન.ડી.આર.એફ.ની કુલ 15 ટીમમાંથી ૫ ટીમો ડીપ્લોય કરી દેવાઈ છે જે પૈકી ૧-વલસાડ, ૧-સુરત, ૧-નવસારી, 1-રાજકોટ, 1-ગીર સોમનાથ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે જ્યારે 8- ટીમ વડોદરા અને ૨ ટીમ ગાંઘીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે. તેની સાથે આ મીટીંગમાં એસ.ડી.આર.એફ, સી.ડબલ્યુ.સી., ઉર્જા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, સિંચાઇ વિભાગ, જી.એસ.ડી.એમ.એ., જી.એસ.આર.ટી.સી તથા સરદાર સરોવર નિગમ લિ. ના અધિકારીઓ ઓનલાઇન જોડાયા હતા. ચોમાસુ અંગે તમામ ૫રિસ્થિતિમાં ૫હોંચી વળવા સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું પણ કહ્યું હતુ.

Scroll to Top