લગ્નના સમયે દુલ્હનને સામાન્ય રીતે આપે ડાન્સ કરતા અથવા તો પછી મજાક-મસ્તી કરતા જોઈ હશે પરંતુ શું આપે ક્યારે કોઈ દુલ્હનને એક્સરસાઈઝ કરતા જોઈ છે? કદાચ જો યાદ ન હોય તો આપને આવો જ એક વિડીયો આજે બતાવીએ. આ વિડીયો જોઈને ચોક્કસ આપ અચંબિત થઈ જશો. જી હા, દુલ્હને ખૂબ જ શાનદાર લહેંગો પહેર્યો છે પરંતુ આ દરમિયાન તે પુશ-અપ કરવા લાગે છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોને જોયા બાદ લોકોના હોશ ઉડી ગયા છે. એ તો આપણે બધા જાણીએ છીએ કે અત્યારે લોકો પોતાની ફિટનેસને લઈને ખૂબ જ જાગૃત છે. બોડીને ફીટ રાખવા માટે જીમમાં એક્સરસાઈઝ, અથવા પછી પાર્કમાં વોકિંગ અથવા રનિંગ કરવા જાય છે. ઈન્ટરનેટ પર વાયરલ થયેલા આ વિડીયોમાં જોવા જેવી બાબત એ છે કે લગ્નના દિવસે જ દુલ્હને જબરદસ્ત અંદાજમાં પુશઅપ લગાવ્યા હતા.
દુલ્હનને પુશઅપ કરતા જોઈને લોકો ખૂબ જ હેરાન છે કારણ કે મોંઘુ પાનેતર ખૂબ જ ભારે હોય છે અને તેમાં પણ એક્સરસાઈઝ કરી શકવી ખૂબ જ મુશ્કેલ હોય છે. ઈન્સ્ટાગ્રામ પર આ વિડીયો ખૂબ જોવામાં આવી રહ્યો છે. આ વિડીયોને રાના અરોડાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. ચાર લાખ 66 હજારથી વધારે લોકોએ આ વિડીયોને લાઈક કર્યો છે. જ્યારે 73 લાખથી વધારે લોકોએ આ વિડીયો જોયો છે.