લગ્નમાં દુલ્હનના નજીક જો કોઈ સૌથી વધારે હોય છે તો તે છે બાળપણથી જ તેની સાથે રહેતો ભાઈ. જી હા, ઘરમાં સામાન્ય રીતે લડાઈઓ કરનારો ભાઈ જ બહેન સાસરીમાં જાય ત્યારે સૌથી વધારે એકલો પડી જતો હોય છે. આ જ કારણે દુલ્હનનો ભાઈ લગ્નમાં સૌથી વધારે ડિમાન્ડિંગ હોય છે. સોશિયલ મીડિયા પર આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં ભાઈ પોતાની બહેનની વિદાયમાં રોતો નથી પરંતુ તેની ઈજ્જત કાઢતો દેખાઈ રહ્યો છે.
View this post on Instagram
ઈન્ટરનેટ પર વાયરલ થયેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે લગ્ન બાદ દુલ્હન પોતાની સાસરીમાં જવા માટે કારમાં બેઠી હોય છે. વિદાયના સમયે ખૂબ લાંબા સમય સુધી ગાડી ઉભી રહે છે અને દુલ્હનને લઈને જતી નથી. ગાડીને ખૂબ જ લાંબા સમય સુધી ઉભી રહેલી જોઈને દુલ્હનનો ભાઈ આવે છે અને પછી તેની મજાક ઉડાવવા લાગે છે. કારની અંદર બેઠેલી દુલ્હન પાસે ભાઈ કેમેરો લઈને આવે છે અને તેને કેટલીયવાર બોલાવે છે.
જેવી જ દુલ્હન પોતાના ભાઈના હાથમાં કેમેરો જોવે છે તો તેને લાગ્યું કે તે રિલ્સ બનાવી રહ્યો છે અને તે પોઝ આપવા લાગે છે. જો કે, ભાઈને આ સમયે જ મજાક સુઝે છે અને ભાઈ તરત જ બોલે છે કે, વિદાય થઈ ગયા બાદ પણ અડધો કલાકથી અહીંયા ઉભા છો. નિકળો હવે. દુલ્હનના સગા ભાઈ દ્વારા કરવામાં આવેલી આ પ્રકારની મજાક બધા જ લોકોને ખૂબ જ પસંદ આવી છે.