સોશિયલ મીડિયા પર દિયર-ભાભીના ડાન્સના વિડીયો ખૂબ જ વાયરલ થતા રહેતા હોય છે. એ વાતમાં કોઈ શક નથી કે દિયરના લગ્નમાં ભાભી સૌથી વધારે ખુશ હોય છે. આખરે તેમને દેરાણી સ્વરૂપે એક સહેલી મળવા જતી હોય છે. સોશિયલ મીડિયા પર એક ભાભીનો મસ્ત વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વેડિંગ વિડીયોમાં ભાભી પોતાની દેરાણીના સ્વાગતમાં રોડ પર ડાન્સ કરી રહી છે.
View this post on Instagram
ઈન્સ્ટાગ્રામ પર લગ્નનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં દુલ્હન રથ પર બેઠેલી છે. દુલ્હાની ભાભી રોડ પર તેના સ્વાગતમાં ડાન્સ કરી રહી છે. બેકગ્રાઉન્ટમાં જાણીતી ફિલ્મ હમ આપકે હે કોન ગીત ચાલી રહ્યું છે. વિડીયોમાં ભાભીનો ડાન્સ ખરેખર જોવા જેવો છે. ઈન્સ્ટાગ્રામ પર આ વિડીયો દિનેશ દેશમુખ દ્વારા શેર કરવામાં આવ્યો છે.
દેરાણી-જેઠાણીનો સંબંધ બહેનો અથવા સહેલીઓ જેવો હોય છે. ઘરમાં એક સદસસ્ય વધી જાય છે એટલે ખુશીઓ પણ બે ગણી થઈ જાય છે. આ વિડીયોમાં ઝુમીને ડાન્સ કરી રહેલી મોટી ભાભીના ચહેરા પર ખુશી અને સંતોષ જોઈ શકાય છે.