દુલ્હાને દુલ્હનની માંગ ભરવી નહોતી, દુલ્હાની ભાભીએ કર્યું એવું કે થઈ જોવા જેવી… જૂઓ આ વાયરલ વિડીયો

સોશિયલ મીડિયા પર કેટલીય વાર એવા પ્રકારના વિડીયો જોવા મળે છે કે જેને જોઈને લોકો ચોંકી જાય છે. લગ્નમાં દિયર અને ભાભીના બોન્ડિંગના વિડીયો વધારે પડતા જોવા મળતા હોય છે. દિયર અને ભાભીના ડન્સ પણ ખૂબ જ વાયરલ થતા હોય છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર દિયર અને ભાભીનો આવો જ એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો આપને હસાવી-હસાવીને જ પેટ દુખાડી દેશે. દિયરના લગ્નમાં ભાભીનું આવું સ્વરૂપ જોવા લાયક છે.

ઈન્સ્ટાગ્રામ પર એક વ્યક્તિના લગ્નનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ લગ્નમાં શખ્સની સાથે દેખાઈ રહેલી મહિલા તેની ભાભી છે. વિડીયોમાં ભાભી ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. કદાચ દિયરના લગ્ન થયા બાદ દેરાણી ઘરે આવશે તેવું વિચારીને તે ખૂબ જ ખુશ લાગી રહી છે. પરંતુ ભાભી એક ગજબની હરકત કરી બેસે છે કે જેના કારણે તે બધાની નજરે ચઢી જાય છે.

લગ્નના આ વિડીયોમાં દુલ્હા-દુલ્હન સાથે સ્ટેજ પર દુલ્હનની ભાભી ઉભી છે. વિડીયોમાં માંગ ભરવાની રસમ ચાલી રહી છે. દુલ્હો માંગ ભરવા માટે તૈયાર નથી અથવા તો તે બધાની સામે સંકોચ અનુભવી રહ્યો છે અને ત્યારે જ ભાભી જબરદસ્તી દુલ્હાનો હાથ પકડીને તેની માંગ ભરાવી દે છે. આ વિડીયો જોઈને લોકોને લાગી રહ્યું છે કે, દુલ્હો લગ્નથી ખુશ નથી.

Scroll to Top