લગ્નમાં સામાન્ય રીતે જોવા મળે છે કે, વિદાય સમયે દુલ્હન જ નહી પરંતુ આખો પરિવાર માયુસ હોય છે. ઘરના દરેક વ્યક્તિની આંખમાં આંસુ હોય છે. જો કે, કેટલીક વાર પરિરસ્થિતિ સાવ અલગ જ હોય છે. અત્યારે સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે, વિદાય ટાણે દુલ્હન રોવાની જગ્યાએ હસતી દેખાય છે અને દુલ્હો કારમાં બેસીને રડવાની નકલ કરી રહ્યો છે. આ વિડીયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
View this post on Instagram
ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થનારા આ વિડીયોમાં દેખાય છે કે વિદાય દરમિયાન લક્ઝરી કારમાં બેસેલી દુલ્હનના ચહેરા પર કોઈ માયુસી હોતી નથી. પરંતુ તે સાસરીમાં જવા માટે ખૂબ જ ઉત્સુક દેખાઈ રહી છે. લાલ રંગની ઓડી કારમાં દુલ્હન પાછળ બેઠેલી હોય છે અને તેની સાથે દુલ્હન પણ હોય છે. જો કે, કેમેરો જોયા બાદ દુલ્હો રડવાની નકલ કરી રહ્યો છે. તો દુલ્હન તમામ લોકોને ટાટા-બાય-બાય કરી રહી હોય છે. આ વિડીયો જોયા બાદ કોઈપણ વ્યક્તિને હસવું આવી જાય તેવો વિડીયો છે. આવી Cool દુલ્હન ભાગ્યે જ જોવા મળતી હોય છે.
વિદાય ટાણે દુલ્હન કેમેરાને જોઈને ફ્લાઈંગ કીસ આપી રહી હોય છે અને દુલ્હો પોતાની આંખોને લૂછી રહ્યો હોય છે અને રડવા જેવા એક્સપ્રેશન્સ આપે છે. ઈન્ટરનેટ પર વાયરલ થનારા આ વિડીયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આટલું જ નહી પરંતુ ઈન્સ્ટાગ્રામ પર વેડિંગ અરોમા નામના અકાઉન્ટ દ્વારા આ વિડીયો જેવો જ અપલોડ કરવામાં આવ્યો કે તરત જ લોકોએ આ વિડીયોને ખૂબ જ પ્રેમ આપ્યો છે.