અરે આ શું? દુલ્હાની જગ્યાએ… પંડિતજીએ જ દુલ્હનની માંગમાં ભરી દિધું સિંદૂરઃ વાયરલ થયો વિડીયો

લગ્નમાં લોકો એટલા વ્યસ્ત હોય છે કે કોણ શું કરી રહ્યું છે તે વિશે કોઈને કંઈજ ખબર હોતી નથી. મંડપમાં પંડિતજી મંત્ર જપવા સિવાય દુલ્હા અને દુલ્હનને તમામ રસમ કરવા માટે કહે છે. આ દરમિયાન કેટલીક એવી ઘટનાઓ ઘટી જાય છે કે જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે અને તેની ખૂબ મજાક પણ થાય છે. આવો જ એક વિડીયો અત્યારે ખૂબ જ જોવામાં આવી રહ્યો છે કે જેમાં એક પંડિતજી દુલ્હાના હાથોથી જ સિંદૂર લગાવી દે છે પરંતુ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, પંડિતજીએ દુલ્હનની માંગમાં સિંદૂર ભરી દિધું.

ઈન્ટરનેટ પર વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, દુલ્હો અને દુલ્હન મંડપમાં બેઠા હોય છે. ત્યારે પંડિતજી સિંદૂર ભરવાની રસમ કરે છે. દુલ્હાએ દુલ્હનના ખભા પર હાથ મૂક્યો હતો, પંડિતજીએ દુલ્હાના હાથને પકડીને દુલ્હનની માંગમાં સિંદૂર ભરી દિધું છે. પરંતુ આ વિડીયો જોતા લાગી રહ્યું છે કે જાણે પંડિતજીએ જ દુલ્હનની માંગમાં સિંદૂર ભરી દિધું. વિડીયો જોયા બાદ લોકો ખૂબ જ અસમંજસમાં છે.

આ વિડીયો સોશિયલ મીડિયા પર લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફેસબુક પર અજય કુમાર ચોધરી દ્વારા આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે. આ વિડીયોને અત્યારસુધીમાં કુલ 17000 લોકોએ પસંદ કર્યો છે. આ વિડીયોને 10 લાખથી વધારે લોકોએ જોયો પણ છે. વિડીયોમાં કેટલાક અન્ય યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Scroll to Top