સોશિયલ મીડિયા પર કેટલીક કમાલની ચીજો વાયરલ થઈ જતી હોય છે. જે ચીજો આપણે હકીકતમાં બહુ ઓછી વાર જોતા હોઈએ છીએ. ક્યારેક ઓનલાઈન વિડીયોમાં આવું જોવા મળી જતું હોય છે. તાજેતરમાં આવો જ એક વિડીયો સામે આવ્યો છે કે જેને જોઈને તમે પોતાની હસી નહી જ રોકી શકો. હકીકતમાં આ વિડીયો એક દુલ્હાનો છે કે જે જાન લઈને જવા માટે તૈયાર છે અને ઘોડા પર બેઠેલો છે. બેંડ-બાજા વાગી રહ્યા છે અને બધુ જ સરસ રીતે ચાલી રહ્યું છે. પરંતુ અચાનક જ એવું થાય છે કે તમામ લોકો હેરાન રહી જાય છે અને હસી-હસીને લોટપોટ થઈ જાય છે.
હકીકતમાં આ વિડીયોમાં જોઈ શકાય છે કે જે ઘોડા પર દુલ્હો બેઠો છે તે બેંડ-બાજાનો અવાજ સાંભળીને ભડકી ઉઠે છે અને દુલ્હાને લઈને તે ક્યાંક દૂર ભાગી જાય છે. ઘોડીનો માલિક તેને રોકવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે આમ કરવામાં નિષ્ફળ રહે છે. ઘોડી દુલ્હાને લઈને દોડે છે અને આ વચ્ચે દુલ્હાએ ઘોડી પરથી નીચે ઉતરવાનો પ્રયત્ન કર્યો પણ તે નીચે ઉતરી ન શક્યો.
ઘોડી દુલ્હાને લઈને દોડી તે બાદ આખી જાનના લોકો ગાડી અને મોટરસાઈકલ લઈને દુલ્હાને શોધવા નિકળી પડે છે. બાદમાં ખ્યાલ આવે છે કકે, ઘોડી અને દુલ્હો બંન્ને સહી સલામત છએ અને કોઈને નુકસાન નથી પહોંચ્યું. ભારતીય લગ્નમાં સામાન્ય રીતે આ પ્રકારના મજેદાર કિસ્સાઓ જોવા મળતા હોય છે.