વેટલિફ્ટર દાદી 83 વર્ષની ઉંમરમાં સાડી પહેરીને ડેડલિફ્ટ કરે છે, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

83 વર્ષના વેટલિફ્ટર દાદીએ ફાલ ના સમયમાં ચકચાર મચાવી દીધો છે. તાજેતરના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક દાદીનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેણે સોશિયલ મીડિયા પર તહલકો મચાવી દીધો છે. 83 વર્ષના કિરણ બાઇ સાડીમાં ડેડલિફ્ટ કરતા જોવા મળી રહ્યા છે. કિરણ બાઇના પૌત્રએ પોતાની દાદીના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર શેર કરેલ છે. જે ખૂબ વાયરલ થઇ રહ્યા છે. કિરણ બાઇ ચેન્નાઈના છે અને બાળપણથી જ ખો-ખો, કબડ્ડી જેવી રમતોમાં તે રસ ધરાવે છે.

આ ઉંમરમાં પણ દાદી ફિટ જોવા મળી રહ્યા છે. વેટલિફ્ટર બનવાની તેમની આ સફર ગયા વર્ષે એક અકસ્માત પછી શરૂ થઇ હતી. ગયા વર્ષે પડી જવાના કારણે તેમના ઘૂંટણમાં ઇજા થઈ હતી, જેના કારણે ચાલવામાં મુશ્કેલી પડી રહી હતી. તેમને ભય પણ લાગવા લાગ્યો કે, તે ફરીથી ચાલી શકશે કે નહીં. તેમ છતાં તેમને હાર નહોતી માની.

એક ખાનગી ચેનલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમનો પૌત્ર એક જિમ ટ્રેનર છે અને તેમના પૌત્રએ જ તેમને ફરીથી સ્વસ્થ કરવાની પૂરી જવાબદારી લીધી હતી. તેને આખા ઘરને જિમમાં બદલી નાખ્યું છે. પૌત્રએ પોતાની દાદી માટે વર્કઆઉટની યોજના બનાવી દીધી હતી.

ત્યાર બાદ તેમણે ક્યારેય પણ પાછળ વળીને જોયું નહીં. તે એક અઠવાડિયામાંમાં ત્રણ વખત વેટ ઉઠાવે છે. પોતાના સેશનની શરૂઆત વર્કઆઉટ સાથે જ કરે છે. જ્યારે આ વર્ષે તેમના 83 માં જન્મ દિવસ પર તેમના પૌત્રએ તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં તે 25 કિગ્રા વજન ઉઠાવતા જોવા મળી રહ્યા છે.

Scroll to Top