છોકરીએ વિંટીની જેમ આંગળીમાં વિટ્યો છે સાપઃ જૂઓ વિડીયો

કેટલાક લોકો નાના મોટા કીડાથી પણ ડરી જાય છે તો કેટલાક લોકો સાપો સાથે પણ બાળકોની જેમ રમતા હોય છે. સોશિયલ મીડિયા પર આવા કેટલાય વિડીયો વાયરલ થાય છે કે જેમાં લોકો સાપ સાથે રમતા નજર આવે છે. આ વિડીયોને જોઈને લોકો ગભરાઈ જાય છે. તાજેતરમાં જ એક છોકરીનો વિડીયો વાયરલ થયો છે કે જેમાં તે આંગળી પર સાંપ લપેટીને બેઠી છે.

 

 

View this post on Instagram

 

A post shared by Snakes Mania (@snakes.mania)

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક છોકરી લીલા રંગનો સાપ પોતાના હાથની આંગળીઓમાં લપેટીને બેઠી છે. છોકરી સાપ સાથે ખૂબ જ કંફર્ટેબલ દેખાઈ રહી છે. બંન્ને ખૂબ મસ્તી પણ કરી રહ્યા છે. સાપ પોતાની જીભથી ક્યારેક તેની આંગળી પર અડે છે તો ક્યારેક ચહેરો. આખા વિડીયોમાં છોકરીના ચહેરા પર એક ક્ષણ માટે પણ ડર દેખાતો નથી.

આ વિડીયોમાં છોકરીના ડેરીંગને જોઈને લોકો હેરાન રહી ગયા છે. વાત માત્ર સાપને આંગળીઓમાં લપેટવા સુધીની નહોતી પરંતુ છોકરીએ પોતાના હોઠોછી સાપના મોઢા પર એક ચુંબન કરીને બધાને ચોંકાવી દિધા. આખા વિડીયોમાં છોકરી એક સેકન્ડ માટે પણ ગભરાઈ નહી અને મજાથી સાપ સાથે રમતી રહી.

Scroll to Top