બાળપણમાં બાળકો કેટલીય એવી હરકત કરે છે કે જેને જોઈને પેરેન્ટ્સને ખૂબ જ ગુસ્સો આવે છે. કોરોના વાયરસના કારણે છેલ્લા દોઢ વર્ષથી લોકડાઉનમાં બાળકોનું ભણતર ચાલી રહ્યું છે. આ દરમિયાન બાળકો મોબાઈલ અને લેપટોપ પર જ ઓનલાઈન સ્ટડી કરી રહ્યા છે. કેટલીય શાળા અને કોલેજોમાં ઓનલાઈન પરીક્ષા પણ કરાવવામાં આવે છે. ત્યારે આવામાં બાળકોમાં મોબાઈલ પ્રત્યે લગાવ વધારે થઈ ગયો છે.
View this post on Instagram
સ્માર્ટફોન્સમાં કેટલાય એવા ફિચર્સ હોય છે કે જે બાળકો માટે નથી હોતા પરંતુ આમ છતા પણ તેઓ યુઝ કરે છે. પરીણામ એ આવે છે કે ઓછી ઉંમરમાં બાળકો ખોટી વસ્તુ શીખી જાય છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક નાનકડુ બાળક ઈન્સ્ટાગ્રામ એપનું એક ફીચર યુઝ કરી રહ્યો હોય છે. આ ફિચરમાં ખ્યાલ ખબર પડે છે કે, કઈ ઉંમરમાં તેમના લગ્ન થશે.
બાળકે જેવો જ આ ફિચરનો યુઝ કર્યો તો તેની બાજુમાં બેઠેલી તેની મમ્મીએ તુરંત જ તેને થપ્પડ મારી દિધી. પંજાબી બાળકને થપ્પડ મારતા તેની મમ્મીએ કહ્યું કે, બસ આ જ કામ હવે બાકી રહી ગયું છે. ઈન્સ્ટાગ્રામ પર એસમીત સિંહે આ વિડીયો પોસ્ટ કર્યો છે.