બોલિવૂડના ગરમ-ધરમ 82 વર્ષના થઈ ચૂક્યા છે આજે પણ પહેલાની જેમ એનર્જી અને કામ કરવાની તાકાત ધરાવે છે. હાલમાં જ તેમણે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો અને વીડિયો શેર કર્યા જેમાં તેઓ ખેતરમાં અને ગાયને ચારો ખવડાવતા જોવા મળી રહ્યા છે.
વીડિયો પોસ્ટ કરીને ધર્મેન્દ્રએ લખ્યું કે, ‘વર્ક ઈઝ વરશિપ’ એટલે કે કામ જ પૂજા છે. વીડિયોમાં ધમેન્દ્ર પોતાના ફાર્મમાં રહેલી ગાયોને ચારો ખવડાવી રહ્યા છે.
અન્ય એક વીડિયોમાં ધરેન્દ્ર પોતાના ફાર્મમાં પાકેલી કેરીઓ સાથે જોવા મળી રહ્યા છે. તેઓ જણાવી રહ્યા છે કે કેવી રીતે આ કેરીના વૃક્ષો વાવ્યાં હતા અને આજે તેના ફળ ખાઈ રહ્યા છે.
ધરેન્દ્રનો જન્મ પંજાબના લુધિયાનાના નરસાલી ગામમાં થયો હતો અને તે છેલ્લા 58 વર્ષથી બોલિવૂડમાં સક્રિય છે. ધર્મેન્દ્રની પહેલી ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’ (1960)માં આવી હતી.