IndiaNewsPolitics

શું છે SC-ST એક્ટ, જેના માટે રસ્તા પર ઉતરી પડ્યા છે દલિતો?

દલિતો પર થતા અત્યાચારોને રોકવા માટે 30 વર્ષ પહેલાં SC-ST એક્ટ બનાવવામાં આવ્યો હતો. આ એક્ટને એપ્રિલ 2016માં વધુ મજબૂતી મળી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન પોતાના નિર્ણયમાં આ કાયદામાં કેટલાક ફેરફાર કર્યા. કાયદામાં સૂચવેલા આ ફેરફાર પરત લેવા માટે કેન્દ્ર સરકારે સુપ્રીમમાં રિવ્યૂ પિટિશન દાખલ કરી રહી છે. જો કે આના વિરોધમાં દલિત સંગઠનો રોડ પર ઉતરી આવ્યા છે અને દેશભરમાં ઠેર-ઠેર બંધ પાળવામાં આવી રહ્યો છે.

11 સપ્ટેમ્બર 1989ના રોજ સંસદમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું. આ સમયે રાજીવ ગાંધી સરકારનો કાર્યકાળ પૂરો થઇ રહ્યો હતો. 404 સીટ જીતીને કોંગ્રેસ સત્તા પર આવી હતી. રજૂ કરવામાં આવેલાં આ બિલમાં કોંગ્રેસ સરકારે દલીલ કરી હતી કે, “અનુસૂચિત જાતિ અને જનજાતિના તમામ સામાજિક આર્થિક ફેરફારો છતાં એમની સ્થિતિ સરી નથી થઇ. ક્રૂરતાના કેટલાય મામલા સામે આ્યા છે, જેમાં એમણે પોતાની સંપત્તિની સાથે જીવ પણ ગુમાવવો પડ્યો. જ્યારે પણ આ લોકો પોતાના અધિકારોની વાત કરે છે અને કોઇ ખોટી વાતનો વિરોધ કરે છે તો તાકવર લોકો તેમને જરાવવાનો પ્રયત્ન કરે છે. જ્યારે પણ એસસી-એસટી સમુદાય સાથે સંબંધ ધરાવતા લોકો પોતાની અને પોતાની મહિલાઓના આત્મસમ્માનની વાત કરે છે, તો પ્રભાવશાળી લોકો એમને અપમાનિત કરે છે. આવી સ્થિતિમાં સિવિલ રાઇટ એક્ટ 1955 અને ભારતી દંડ સંહિતામાં કરવામાં આવેલી જોગવાઇઓ એમને ન્યાય અપાવવામાં નબળી પડી રહી છે. ત્યારે તેમના પર અત્યાચાર કરતા લોકોને સજા આપવા માટે આકરો કાયદો બનાવવામાં આવે. ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો પણ એસસી-એસટીની સુરક્ષા માટે કાયદો બનાવે અને જેમની સાથે અત્યાચાર થાય એમના પૂનર્વાસની વ્યવસ્થા કરે.”

આ દલીલો સાથે કેન્દ્ર સરકારે સંસદમાં એક બિલ પાસ કરાવ્યું હતું. આ બિલનુ નામ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 આપવામા આવ્યું. સંસદમાંથી પાસ થયા બાદ આ બિલ પર રાષ્ટ્રપતિએ પણ સહી કરી દીધી, જે બાદ 30 જાન્યુઆરી 1990ના રોજ જમ્મુ અને કાશ્મીર સિવાય આખા દેશમાં આ કાયદો લાગૂ કરવામાં આવ્યો. જે બાદ 2016માં મોદી સરકારે આ કાયદામાં કેટલાક સંસોધન કર્યાં. આ સંસોધનો સાથે 14 એપ્રિલ 2016ના રોજ ફરીથી આ કાયદો લાગૂ કરવામાં આવ્યો.આ દલીલો સાથે કેન્દ્ર સરકારે સંસદમાં એક બિલ પાસ કરાવ્યું હતું. આ બિલનુ નામ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 આપવામા આવ્યું. સંસદમાંથી પાસ થયા બાદ આ બિલ પર રાષ્ટ્રપતિએ પણ સહી કરી દીધી, જે બાદ 30 જાન્યુઆરી 1990ના રોજ જમ્મુ અને કાશ્મીર સિવાય આખા દેશમાં આ કાયદો લાગૂ કરવામાં આવ્યો. જે બાદ 2016માં મોદી સરકારે આ કાયદામાં કેટલાક સંસોધન કર્યાં. આ સંસોધનો સાથે 14 એપ્રિલ 2016ના રોજ ફરીથી આ કાયદો લાગૂ કરવામાં આવ્યો.

આ કાયદો દેશના દરેક માણસને લાગૂ પડે છે જેઓ અનુસૂચિત જાતિ-જનજાતિના સભ્ય નથી. જો કોઇ શખ્સ એસસી-એસટી સાથે સંબંધ ધરાવતા વ્યક્તિની પજવણી કરે તો તેની વિરુદ્ધ એનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989 અંતર્ગત કાર્યવાહી થતી હોય છે.આ કાયદો દેશના દરેક માણસને લાગૂ પડે છે જેઓ અનુસૂચિત જાતિ-જનજાતિના સભ્ય નથી. જો કોઇ શખ્સ એસસી-એસટી સાથે સંબંધ ધરાવતા વ્યક્તિની પજવણી કરે તો તેની વિરુદ્ધ એનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989 અંતર્ગત કાર્યવાહી થતી હોય છે.

એસસી-એસટી સાથે સંબંધ ધરાવતા વ્યક્તિની પજવણી કરનાર વિરુદ્ધ કાયદાકિય કાર્યવાહી થાય છે. અને આ અપરાધ માટે તેણે આઇપીસીની કલમો ઉપરાંત આ કાયદા અંતર્ગત પણ સજા ભોગવવી પડે છે. આ કાયદો પીડિતોને વિશેષ સુરક્ષા પણ પૂરી પાડે છે. આ કાયદા મુજબ પીડિતોને વિવિધ ગુના માટે 75 હજારથી લઇને 8 લખ 50 હજાર રૂપિયાની મદદ કરવામાં આવે છે. ઉપરાંત વિશેષ અદાલતો બનાવવામાં આવી છે જે આવા મામલામાં તરત નિર્ણય લે છે. મહિલાઓ વિરુદ્ધના અત્યાચારોના મામલામાં પીડિતાને અલગ મેડિકલ તપાસની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. દલિત પીડિતોને પોતાનો કેસ લડવા માટે સરકાર તરફથી આર્થિક મદદ પણ કરવામાં આવે છે.

અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને અપમાનિત કરવા અને જબરદસ્તીથી એમને મળ-મૂત્ર ખવળાવવું, સામાજિક બહિષ્કાર કરવો, એસસી-એસટીના લોકો સાથે વ્યવસાય કરવાનો ઇનકાર કરવો અથવા એસસી-એસટી હોવાથી નોકરી કે કામ આપવાની ના પાડવી, તેમની સાથે મારપીટ કરવી, જમીન પડાવી લેવી, ભીખ માંગવા પર મજબૂર કરવા, બાંધેલો મજૂર બનાવવો, વોટ આપતાં રોકવો કે વોટ દેવા માટે દબાણ કરવું, કોઇ સાર્વજનિક જગ્યાએ જવા માટે રોકવા સહિતની કોઇપણ પ્રકારની પજવણીના ગુનામાં આ કાયદો લાગૂ પડે છે.

આઇપીસીની સજા ઉપરાંત એસસી-એસટી એક્ટમાં અલગથી 6 મહિનાથી લઇને ઉંમરકેદ સુધીની સજા અને દંડની જોગવાઇ છે. જો કોઇ સરકારી અધિકારીએ ગુનો કર્યો હોય તો, આઇપીસી ઉપરાંત એટ્રોસિટી એક્ટ અંતર્ગત તેને 6 મહિનાથી 1 વર્ષની સજા થાય છે.

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989 અંતર્ગત વિશેષ વિશેષ અદાલતની વ્યવસ્થા કરવામાં આવી છે. અધિનિયમની કલમ 14 મુજબ આ કાયદા અંતર્ગત દાખલ થયેલા કેસના ટ્રાયલ માટે વિશેષ અદાલતની વ્યવસ્થા કરવામાં આવી છે જે દરેક રાજ્યમાં બનાવવાાં આવી છે.

જોઇ કોઇ સામે આ એક્ટ અંતર્ગત કેસ દાખલ થાય છે તો, પોલીસ એ શખ્સની તરત ધરપકડ કરી લે છે. આ કેસમાં સંડોવાયેલા શખ્સને કોઇપણ પ્રકારના આગોતરા જામીન નથી મળતા હોતા. ધરપકડ બાદ માત્ર હાઇકોર્ટ જ જમાનત આપી શકે છે. ઉપરાંત કોઇ શખ્સની ધરપકડના 60 દિવસની અંદર પોલીસે ચાર્જશીટ દાખલ કરવાની રહે છે. ચાર્જશીટ દાખલ થયા બાદ વિશેષ અદાલતમાં પૂરા મામલાની સુનાવણી થાય છે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા મુજબ દેશભરમાં 2016માં આવા કુલ 11060 કેસ દાખલ થયા છે, જે આ કાયદા અંતર્ગત આવતા હોય. જેમાં તપાસ દરમિયાન 935 ફરિયાદ ખોટી હોવાનું સામે આવ્યું. ફરિયાદ થયાના તરત બાદ ધરપકડની જોગવાઇ હોવાથી આ કાયદાને લઇને હંમેશાથી વિવાદ રહ્યો છે. ક્યારેક રાજનૈતિક દબાણને લઇને પણ આ કાયદાનો દુરુપયોગ થતો હોય છે. જેને લઇને સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી બાદ આ કાયદામાં 20 માર્ચના રોજ કેટલાક ફેરફાર કર્યા હતા.

1. આ કાયદા અંતર્ગત તમામ મામલાની તપાસ ઓછામાં ઓછા ડેપ્યૂટી એસપી રેન્કના અધિકારી જ કરશે. અગાઉ આ તપાસ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારી કરતા હતા.
2.કોઇપણ સરકારી અધિકારી પર કેસ દાખલ થવા પર તરત એમની ધરપકડ નહીં થાય. જે-તે સરકારી અધિકારીના વિભાગ પાસેથી ધરપકડની મંજૂરી લેવી પડશે.
3. જો કોઇ સામાન્ય માણસ પર આ કાયદા અંતર્ગત કેસ દાખલ થાય છે, તો એની પણ તરત ધરપકડ નહીં થાય. એમની ધરપકડ માટે જિલ્લાના એસપી કે એસએસપીની મંજૂરી લેવી પડશે.
4. કેસ દાખલ થયા બાદ તેમને આગોતરા જામીન પણ આપવામાં આવી શકે છે. જામીન આપવી કે નહીં તે નિર્ણય કરવાનો અધિકાર મેજિસ્ટ્રેટ પાસે રહેશે. અત્યાર સુધી આગોતરા જામીન નહોતા મળતા અને જમાનત માટે હાઇકોર્ટમાં જ અરજી કરવી પડતી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker