આખરે Whatsapp આવ્યું લાઈન પરઃ નવી પ્રાઈવસી પોલીસીને લઈને કરી આ જાહેરાત…

WhatsAppએ દિલ્હી હાઇકોર્ટને જણાવ્યુ કે તેને નવી પ્રાઇવેસી પોલિસી પર સ્વેચ્છિક રોક લગાવી છે. વોટ્સએપે દિલ્હી હાઇકોર્ટમાં કહ્યુ કે જ્યાર સુધી ડેટા પ્રોટેક્શન બિલ લાગુ નથી થઇ જતુ ત્યાર સુધી તે પોતાની ક્ષમતાને સીમિત નહી કરે. કંપનીએ કહ્યુ કે, અમારા મામલે કોઇ રેગ્યુલેટર બોડી નથી, માટે સરકાર જ નિર્ણય કરશે માટે અમે કહ્યુ છે કે અમને થોડા સમય માટે તેને લાગુ નહી કરીએ.

જેનો અર્થ એવો થયો કે યૂઝર જે સુવિધાનો લાભ લઇ રહ્યા છે તે ચાલતો રહેશે. મહત્વપૂર્ણ છે કે કંપટીશન કમીશને વોટ્સએપને નવી પ્રાઇવેસી પોલિસીને લઇને તપાસના આદેશ આપ્યા હતા. મહત્વપૂર્ણ છે કે 30 જુલાઇએ આગામી સુનાવણી હાથ ધરાશે.

હાઇકોર્ટે વોટ્સએપને પૂછ્યુ કે તમારા વિરૂદ્ધ આરોપ લગાવવામાં આવ્યો છે કે તમે ડેટા એકત્ર કરીને બીજાને આપવા માંગે છે. તમે બીજી પાર્ટીની સહમતિ વગર નથી કરી શકતા. આરોપ છે કે ભારત માટે તમારી પાસે એક અલગ માપ છે. શું ભારત અને યૂરોપ માટે અલગ-અલગ નીતિ છે? કંપનીએ કહ્યુ કે મે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે કે સંસદથી કાયદો આવવા સુધી હું કઇ નહી કરૂ. જો સંસદ મને ભારત માટે એક અલગ નીતિ બનાવવાની પરવાનગી આપે છે તો અમે તેને પણ બનાવી દઇશું. જો આવુ નથી થતુ તો અમે તેની પર વિચાર કરીશું. સીસીઆઇ તે નીતિની તપાસ કરી રહ્યુ છે જો સંસદ અમને ડેટા શેર કરવાની પરવાનગી આપે છે તો સીસીઆઇ કઇ નથી કહી શકતું.

મહત્વપૂર્ણ છે કે દિલ્હી હાઇકોર્ટમાં વોટ્સએપ અને તેની પેરેન્ટ કંપની ફેસબુકની એક અરજી પર સુનાવણી ચાલી રહી હતી જેમાં વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી વિરૂદ્ધ CCIની તપાસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. 23 જૂને દિલ્હી હાઇકોર્ટે વોટ્સએપની નવી પ્રાઇવેસી પોલિસીની તપાસ મામલે ફેસબુક અને મેસેજિંગ એપ પાસે કેટલાક સૂચના માંગનારી CCIની નોટિસ પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો હતો.

Scroll to Top