Apps & GameNewsTechnology
WhatsApp લાવી રહ્યું છે એક નવી એપ, જાણો તેના ફીચર્સ

ઈન્સટન્ટ મેસેજિંગ એપ WhatsApp એક નવી એપ લાવવાની તૈયારીમાં છે. આનીપહેલા કંપનીએ એક બિઝનેસ ટુલ લોન્ચ કર્યું છે. જેના દ્વારા યુઝર્સ સીધા કંપનીઓ પાસેથી સપોર્ટ લઈ શકે છે અને જરૂરી જાણકારીઓ WhatsApp સાથે તમારી સાથે શેર કરી શકશે.તમે કોઈ પણ બિઝનેસસાથે ચેટ કરતી વખતે આપ કોન્ટેક્ટની પ્રોફાઈલ જોઈ શકો છો અને સમજી શકશો કે તે કયું અકાઉન્ટ યુઝ કરે છે.
WhatsAppના કહેવા પ્રમાણે ગ્રીન ચેકમાર્ક બેલવાળા બ્રાન્ડ અકાઉન્ટને ઓથેન્ટિક માનવામાં આવે છે. કંપનીએ કહ્યું છે કે, જે અકાઉન્ટમાંગ્રે સવાલિયા નિશાન છે તો તેનો મતલબ એ છે કે આ પ્રોફાઈલ WhatsApp બિઝનેસ એપ યુઝ કરે છે, પરંતુ તેને WhatsAppએ કન્ફર્મ કર્યું નથી અને તેનું વેરિફિકેશન પણ કર્યું નથી.આ એપ હજુ ટેસ્ટીંગમાં છે અને જલદીથી તેને WhatsApp Businessના નામથી લોન્ચ કરવામાં આવશે.