‘સેલ્ફી’ શબ્દ આજના સોશિયલ મીડિયા યુગમાં ખૂબ પ્રખ્યાત છે. દરેકને સેલ્ફી ક્લિક કરવાનું પસંદ છે. ખાસ કરીને યુવા પેઢીને આ સેલ્ફી ખૂબ પસંદ છે. આ લોકોને જ્યાં પણ તક મળે છે ત્યાં તેઓ સેલ્ફી લે છે અને સોશિયલ મીડિયા પર મૂકી દે છે. સેલ્ફી જેટલી સારી હશે તેટલી લાઈક અને કમેન્ટ વધારે મળે છે. આ બધું આ યુવા પેઢીને ખુબ જ વધારે પસંદ છે. તેના માટે લોકો કંઇક અલગ અને વધારે સુંદર સેલ્ફી લેવા માટે કોઈ પણ હદ સુધી જાય છે. તેઓને ફકત સારી અને સુંદર સેલ્ફીથી મતલબ છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં સેલ્ફી લેવાને કારણે મૃત્યુઆંકમાં વધારો થયો છે. સેલ્ફીની શોધમાં લોકો તેમના જીવનની સલામતી સાથે પણ સમાધાન કરે છે. તે લોકોને સામે ભય નથી દેખાતો, પરંતુ તેમના મગજમાં બસ એક સુંદર સેલ્ફી અને તેના પર મળતી લાઈક્સ જોવામાં જ રસ હોય છે. મધ્યપ્રદેશના ઈન્દોર શહેરનો આ મામલો છે. અહીં એક સેલ્ફી એક એમબીબીએસની વિદ્યાર્થી યુવતીની જિંદગીની દુશ્મન બની હતી.
હકીકતમાં, શનિવારે રાત્રે ઈન્દોરના રાજેન્દ્રનગર વિસ્તારમાં એક એવો અકસ્માત થયો હતો, જેના વિશે સાંભળીને દરેકની આંખો ભીની થઈ ગઈ હતી. 21 વર્ષની નેહા આરસે એક એમબીબીએસની વિદ્યાર્થીની હતી. તે સાગરની બુંદેલખંડ મેડિકલ કોલેજમાં એમબીબીએસ કરતી હતી. આ તેણીનું ત્રીજું વર્ષ હતું અને તે લોકડાઉનમાં તેના ઘરે ઈન્દોર આવી હતી. પરંતુ તેને કોઈ ખ્યાલ નહોતો કે ઈન્દોર આવ્યા પછી, તે ફરીથી તેની કોલેજમાં જઈ શકશે નહીં.
નેહાના પિતા રાજેન્દ્ર આર.એસ. એક પોલી હાઉસ ચલાવે છે. નેહાનો ભાઈ શનિવારે દુકાન પર કેટલીક વસ્તુઓ લેવા આવ્યો હતો. આ દરમિયાન નેહા પણ તેની સાથે હતી. ઘરે પરત ફરતી વખતે નેહા રાજેન્દ્રનગર રેલ્વે ઓવરબ્રીજ પર સેલ્ફી લેવા માંગતી હતી. તો ભાઈએ કાર રોકી. આ પછી નેહાએ સારી સેલ્ફી લેવાની તૈયારી શરૂ કરી દીધી હતી. પરંતુ તે સેલ્ફી ક્લિક કરી શકે તે પહેલાં તેનો પગ રેલ્વે ઓવરબ્રીજ પર લપસી ગયો હતો અને તે નીચે પડી ગઈ હતી.
નેહા નીચે પડી ગયા પછી આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. તેઓ તાત્કાલિક તેને હોસ્પિટલમાં લઈ ગયા. પરંતુ અફસોસની નેહા બચી શકી નહીં. તેનું મૃત્યુ થયું. આ અકસ્માતથી નેહાનું ઘર તુટી ગયું હતું. તેમને હજુ પણ વિશ્વાસ નથી થતો કે તેમની પુત્રી હવે આ દુનિયામાં નથી. તે છેલ્લા બે મહિનાથી લોકડાઉનમાં ઘરે આવી હતી. દરેક વ્યક્તિએ તેની સાથે ઉત્તમ સમય પસાર કર્યો. પણ હવે તે સમય તેની છેલ્લી યાદો બની ગયો છે. એક સેલ્ફીએ નેહાનો જીવ લીધો.