એક સફેદ મોરનો કળા કરતો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોને જોઈને લોકો અચંબીત થઈ ગયા છે અને આ વિડીયોને લોકો ખૂબ શેર પણ કરી રહ્યા છે. આ વિડીયોને અત્યારસુધીમાં 1 લાખથી વધારે લોકો જોયો છે. Buitengebieden નામના ટ્વીટર યુઝરે 13 સેકન્ડની આ ક્લિપ પોસ્ટ કરી છે જેને જોઈને લોકો ખૂબ જ ખુશ થઈ રહ્યા છે.
https://twitter.com/buitengebieden_/status/1411084032977387520?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1411084032977387520%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2Fviral-news%2Fnews
આ વિડીયો જોઈને ખ્યાલ આવે છે કે, આ વિડીયો કોઈ પાર્કમાં શુટ કરવામાં આવ્યો છે. સફેદ મોર પોતાની પાંખોને હવામાં લહેરાવી રહ્યો છે અને મસ્ત બનીને નાચી રહ્યો છે. મોરની આ કળા જોઈને લોકો ખૂબ જ મંત્રમુગ્ધ બની ગયા છે.
આ વિડીયોને 9000 લાઈક્સ અને 1100 થી વધારે રિટ્વીટ મળ્યા છે. વિડીયોને જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ જ ખુશ થઈ ગયા છે અને તેમણે પોસ્ટની કમેન્ટ સેક્શનમાં પોતાના વિચાર શેર કર્યા છે.