IPL: શાહરૂખની ટીમ સાથે સતત રહેતી આ હોટ ગર્લ કોણ છે ? જાણો વિગત

ઇન્ડિયન પ્રિમિયર લીગની 11મી સીઝનમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ પ્લે ઓફમાં પહોંચી ગયું છે. કોલકત્તાએ 14 મેચમાંથી આઠ મેચમાં વિજય મેળવ્યો છે. કોલકત્તા 16 પોઇન્ટ સાથે પ્લે ઓફમાં પહોંચનારી ત્રીજી ટીમ છે. કોલકાતાની મેચમાં અવાર-નવાર એક યુવતી જોવા મળી રહી છે, જે ઘણાં લોકો માટે મિસ્ટ્રી ગર્લ બની ચુકી છે.

ઘણાં લોકો તેના વિશે જાણવા માટે ઉત્સુક છે. આ યુવતીનું નામ મેડોના ટિકજેરિયા છે. જે કોલકાતા નાઈટ રાઈડર્સની એન્કર છે.

મેડોના ટિકજેરિયા કોલકતા નાઈટ રાઈડર્સની મેચમાં જોવા મળતાં લોકો વિચારમાં પડી ગયા હતાં. જોકે બાદમાં માલૂમ પડ્યું હતું કે આ કોલકતા નાઈટ રાઈડર્સની એન્કર છે. મેચમાં તે ઘણીવાર પોઝ પણ આપતી જોવા મળી હતી.

મેડોના ટિકજેરિયા કોલકાતા નાઈટ રાઇડર્સની એન્કર છે, જેને કારણે તે અવાર-નવાર ટીમ સાથે જોવા મળી રહી છે. ફિટનેસની દીવાની મેડોના મોડલ, એક્ટર અને એક સારી કોરિયોગ્રાફર પણ છે.

તે સોશિયલ મીડિયા પર એક્ટિવ નજરે પડે છે અને ઇસ્ટાગ્રામ પર તેના 20 હજારથી વધુ ફોલોઅર્સ છે. મેડોના તે સમયે ચર્ચામાં આવી હતી જ્યારે તે 2011માં ગ્રાન્ડ પિક્સ ગ્રિડ ગર્લ કોન્ટેસ્ટની વિનર બની હતી. મેડોના દિગ્ગજ કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય સાથે કામ કરી ચુકી છે.

IPL 2018ની સિઝનમાં ઘણી મિસ્ટ્રી ગર્લ જોવા મળી હતી જેના કારણે તે ચર્ચામાં રહી હતી. જોકે મિસ્ત્રી ગર્લ પેવેલિયનમાં પોતાની કાતિલ અદાઓથી ચાહકોને ઘાયલ કરતી પણ જોવા મળી હતી.

મેડોના ટિકજેરિયાએ પોતાના સોશિયલ પેજ પર હોટ તસવીરો પણ શેર કરી છે.

 

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here