શું તમે ક્યારેય કોઈ ફ્લાઇટમાં મુસાફરી કરી છે? જો નહીં, તો ફિલ્મ અથવા બ્લોગમાં કોઈને મુસાફરી કરતા જરૂર જોયા હશે. આ દરમિયાન, તમે એક વસ્તુ જરૂર નોટિસ કરી હશે કે મુસાફરોની મદદ માટે મોટાભાગની મહિલા સ્ટાફ જ હોય છે. મુસાફરોની દરેક વસ્તુઓની કાળજી લેવા માટે એર હોસ્ટેસ પસંદ કરવામાં આવે છે.
વિશ્વભરની ઘણી ફ્લાઇટ કંપનીઓ ફ્લાઇટ એટેન્ડન્ટ્સ તરીકે પુરુષો કરતાં મહિલાઓને વધારે પસંદ કરે છે. એટલું જ નહીં, વિમાનની અંદર કામ કરતા મોટાભાગના ક્રૂ મેમ્બર્સ પણ મહિલાઓ જ હોય છે. કેટલાક અનુમાનનું માનીયે તો પુરુષ અને સ્ત્રી કેબિન ક્રૂ સભ્યોનું પ્રમાણ લગભગ 2/20 નું હોય છે. બીજી બાજુ, ઘણી વિદેશી એરલાઇન્સમાં આ પ્રમાણ 4-10 નું હોય છે. આ આંકડા સ્પષ્ટ ચિત્ર બતાવે છે કે મહિલાઓ ફ્લાઇટ સ્ટાફમાં સૌથી વધારે હોય છે. સવાલ થાય છે કે આવું કેમ થાય છે? પુરૂષો કરતાં મહિલાઓને ફ્લાઇટ સ્ટાફમાં શા માટે વધુ મહત્વ આપવામાં આવે છે? તમારામાંથી ઘણા લોકો આ વિચારતા જ હશે કે આનું કારણ સુંદરતા છે. પરંતુ એવું નથી, આ પાછળનું કારણ કંઈક બીજું છે. ચાલો જાણીએ –
આ એક ખૂબ જ મોટું મનોવૈજ્ઞાનિક ફૈકટ (હકીકત) છે કે ઘણા લોકો પુરુષો કરતાં સ્ત્રીઓના શબ્દોને વધુ ધ્યાનથી સાંભળે છે અને ફક્ત તેને સાંભળતા જ નથી, પરંતુ તેમના શબ્દોને અનુસરે પણ છે. ફ્લાઇટમાં સલામતી માર્ગદર્શિકા અને જરૂરી માર્ગદર્શિકાઓનું પાલન કરવું જરૂરી છે, તેથી ફ્લાઇટમાં મોટાભાગના એરહોસ્ટેસ જ આ બધી વાતોની જાહેરાત કરે છે.
ફ્લાઇટ સ્ટાફમાં મહિલાઓને મોટાભાગે પસંદ કરવાનું એક મુખ્ય કારણ આ પણ છે કે તેમનું પાત્ર પુરુષો કરતાં વધુ નમ્ર (કોમળ), ઉદાર અને વિનમ્ર હોય છે. તેના આ જ ઉદાર પાત્રને કારણે, ફ્લાઇટ કંપની તરફના મુસાફરોના મનમાં હકારાત્મક છબી બનાવે છે.
એક વિમાનમાં જેટલું ઓછું વજન હશે, તેટલું જ બળતણ અને પૈસા બચશે. આ કડીમાં, મહિલાઓનું વજન પુરુષો કરતાં ઓછું હોય છે અને ઓછું વજન એ એરલાઇન કંપની માટે ફાયદાનો સોદો હોય છે. મોટાભાગે ફ્લાઇટમાં પાતળી અને ઓછી વજનવાળી મહિલાઓ જ વધારે જોવા મળે છે. તેનું સૌથી મોટું કારણ આ જ છે.
એક માન્યતા છે કે પુરુષો કરતાં સ્ત્રીઓ મેનેજમેન્ટને સંભાળવામાં વધુ સક્ષમ હોય છે. તે કોઈપણ વાતને ધ્યાનથી સાંભળે છે અને તેના પર અમલ પણ કરે છે. આ કારણોસર ફ્લાઇટ ક્રૂમાં પુરુષો કરતાં વધુ મહિલાઓને રાખવામાં આવે છે. તમારી માહિતી માટે, તમને જણાવી દઈએ કે મોટાભાગની વિમાન કંપનીઓ ત્યારે જ પુરુષોને ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે પસંદ કરે છે, જયારે વધુ બળ અને સખત મહેનતનું કામ હોય છે.