હનીમૂન માટે ગયા હતા હોંગકોંકઃ પત્નીએ દારૂ પિવાની ના પાડતા પતિએ તમામ હદો વટાવી…

વર્તમાન સમયમાં લગ્ન જીવનમાં કંકાસના અનેક કિસ્સાઓ બહાર આવતા હોય છે. એક તો લોકોની સહનશક્તિ ઓછી થઈ ગઈ છે, પાર્ટનરને સમજવાની ક્ષમતા કેટલાક લોકોમાં નથી હોતી અને કેટલાક લોકો ક્યારેય પોતાના વિચિત્ર સ્વભાવને બદલવાનો પ્રયાસ નથી. આ પ્રકારના કેટલાક કારણોસર લગ્ન થયાના થોડા જ દિવસોમાં વાત છુટ્ટાછેડા સુધી પહોંચી જતી હોય છે.

આવો જ એક કિસ્સો અમદાવાદના પાલડી વિસ્તારમાંથી પ્રકાશમાં આવ્યો છે. હકીકતમાં આ વિસ્તારમાં રહેતા સભ્ય સમાજના એક નવપરણીત યુગલ હનીમૂન માટે બેંગકોંક ગયા હતા. યુવતીએ આક્ષેપ કર્યો કે, જ્યારે અમે બેંગકોંગ ગયા ત્યારે મારા પતિએ મને દારૂ પીવા માટે ફોર્સ કર્યો પરંતુ જ્યારે મેં દારૂ પિવાની ના પાડી તો તેણે મને માર માર્યો હતો.

આ કપલના લગ્ન વર્ષ 2020 માં થયા હતા. ત્યારે પત્નીએ તેના પતિ વિરૂદ્ધ આક્ષેપ લગાવ્યો છે કે, તેણે લોકડાઉનમાં મારા પિયરથી દોઢ લાખ રૂપિયા મંગાવવા માટે મને ફોર્સ કર્યો હતો. આ સિવાય મારા પતિએ મારા પહેલા પણ એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. યુવતીને પતિ તેમજ નણંદ પણ કામ બાબતે મહેણાં મારતા હતા.

યુવતીની તબિયત નાદુરસ્ત થતાં તે ડોક્ટરને બતાવવા ગઈ હતી.  તબિયત વધુ ખરાબ હોવાથી તે હોસ્પિટલમાં એડમિટ થઈ હતી.  હોસ્પિટલમાંથી રજા આપતા તેના સાસરે ગઈ હતી. જ્યાં તેના પતિ તબિયત સારી ન થાય ત્યાં સુધી માતા પિતાના ઘરે જતી રહે તેમ કહી પિયર મૂકી ગયો હતો.

Scroll to Top