કોરોનાગ્રસ્ત પત્નીએ શારિરીક સંબંધ બંધવા પતિને ના પાડી તો પતિએ ઉશ્કેરાઈને પત્ની સાથે મારપીટ કરી અને પછી તો…

આ બનાવ સામે આવ્યો છે વડોદરા શહેરમાં જ્યા એક પત્ની ન તો કોઈને કશું કહી શકે કે ન તો સહી શકે તેવી તેની હાલત હતી. ગોરવામાં રહેતી પરિણીતા કોરોના પોઝિટીવ થયા બાદ અલગથી રૂમમાં ક્વોરન્ટીન રહેતી હતી. પરંતુ તે સમયગાળામાં તેનો પતિ તેની સાથે મારપીટ કરતો હતો. સાથેજ તેને શારિરીક સંબંધ બાંધવા માટે પણ દબાણ કરતો હતો. જેના કારણે પરિણીતા કંટાળી ગઈ હતી.

અભિયમ ટીમ પરિણીતાને મળી

આ મામલે અભયમની ટીમ સ્થળ પર પહોચી અને સમગ્ર મામલે કાઉન્સેલીંગ કર્યું ત્યારે હકીકત સામે આવી. ગોરવા કરોડિયા વિસ્તારમાં રહેતી 27 વર્ષીય પરિણીતાએ 181 મહિલા હેલ્પલાઈન નંબરમાં ફોન કર્યો. અને તેણે જાણ કરી કે તે કોરોના પોઝિટીવ છે તેમ છતા પણ તેનો પતિ તેને ત્રાસ આપી રહ્યો છે. જેથી રેસ્કયૂં ટીમ તાત્કાલિક ત્યા પહોચી હતી.

સંબંધ બાંધવા દબાણ

અભયમ ટીમ ત્યા પહોચી ત્યારે તેમને જાણ થઈ કે મહિલા એક સંતાનની માતા છે. સાથેજ તે હોમ ક્વોરન્ટીન અવસ્થામાં છે. મહિલાએ અભયમ ટીમને તે સમયે જણાવ્યું કે હું પોઝિટીવ છું તેમ છતા પણ તેનો પતિ તેની સાથે શારિરીક સંબંધ બાંધવા માટે દબાણ કરે છે. સાથેજ મહિલા જો તેને ના પાડે તો તેને ઘરની બહાર નીકળી જવા માટે દબાણ કરતો હોય છે.

અભિયમ ટીમે પતિને સમજાવ્યો

આ મામલે જ્યારે અભિયમ ટીમને જાણ થઈ ત્યારે તે લોકો પણ ચોંકી ગયા હતા. પરંતુ તેમણે તેના પતિને સમજાવ્યો કે પત્ની પોઝિટીવ છે. જેના કારણે તે ક્વોરન્ટીન થઈ છે. સાથેજ તેને ખલેલ ન પહોચાડવા માટે પણ જાણ કરી હતી. કાઉન્સેલિંગ ટીમ દ્વારા પતિને જ્યારે સમજાવામાં આવ્યો ત્યારે તેને તેની ભૂલ સમજાઈ અને તે તેની પત્નીને હેરાન નહી કરે તેવી ખાતરી પણ આપી હતી.

માર મારી છૂટાછેડાની ધમકી

જોકે તેની પત્નીએ સંબંધ બાંધવાની ના પાડી હતી ત્યારે તેનો પતિ ભારે ઉશ્કેરાયો હતો. સાથેજ તેણે પત્નીને માર પણ માર્યો હતો. ઉપરાંત તેને ઘરની બહાર નીકળી જવા તેમજ છૂટાછેટા આપવા માટે પણ ધમકી આપી હતી. મહિલાએ ક્વોરન્ટીન સમયગાળામાં પણ તેને સમજાવા માટે પૂરેપૂરો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેનો પતિ માનતો ન હતો.

આસપાસના વિસ્તારમાં ચર્ચાનો મુદ્દો

ઉલ્લેખનિય છે કે 181 મહિલા અભયમની ટીમ જ્યારે સ્થળ પર આવી ત્યારે પતિ ગભરાઈ ગયો હતો. કારણકે તેણે હરકત પણ તેવી કરી હતી. તેને એમ હતું કે તેની કરતૂતને કારણે તેને જેલના સળીયા ગણવા પડશે. પરંતું અભિયમ ટીમ દ્વારા પતિને શાંતીથી સમજાવામાં આયો ત્યારે પતિ પણ સમજી ગયો. જોકે આ બનાવ સામે આવ્યા બાદ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

Scroll to Top