શોપિંગ મોલમાં ઘુસી ગયું હરણ અને થઈ જોવા જેવીઃ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો

આપણી આસ-પાસ કેટલીય વાર એવા જાનવર દેખાઈ જાય છે કે જેને જોયા બાદ લોકો ગભરાઈ જાય છે. આવું જ કંઈક અમેરિકાના વિસ્કોન્સિનમાં જોવા મળ્યું. એક વોલમાર્ટ શોપિંગ સ્ટોરમાં હરણ ઘુસી ગયું. અહીંયા ઉપસ્થિત લોકો આ જોતા ખૂબ જ ગભરાઈ ગયા અને ભાગવા લાગ્યા. વોલમાર્ટમાં પહોંચેલા હરણને પકડવા માટે સ્ટોરના એક કર્મચારીએ પ્રયત્ન કર્યો.

વોલમાર્ટમાં ઘુસી ગયેલા હરણને પકડવા એક કર્મચારીઓ જોર લગાવ્યું અને તેને પકડી પણ લેવાયું. હરણને પકડીને વોલમાર્ટની બહાર મોકલી દેવામાં આવ્યું અને તેને સહેજ પણ નુકસાન પણ થયું નથી.

બારાબૂના વોલમાર્ટ સ્ટોરમાં આ હ્યદય સ્પર્શી ઘટનાનો વિડીયો એક વ્યક્તિએ પોતાના કેમેરામાં કેદ કરી લીધો. સ્ટોરની અંદર ઘુસેલા જંગલી હરણને પકડવા માટે એમ્પલોયે હરણને ફ્લોર પર પાડીને પકડી લીધું. આ પૂરી ઘટનાનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે.

Scroll to Top