વડોદરાનો અદભૂત કિસ્સોઃ માતાના ગર્ભાશયથી દીકરીએ આપ્યો પુત્રીને જન્મ

વડોદરામાં એક અદભૂત કિસ્સો બન્યો છે. 45 વર્ષની માતાએ દીકરીને તેનું ગર્ભાશય દાન કરતા, વડોદરાની એક સ્ત્રીએ ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ સર્જરીના 17 મહિના બાદ દીકરીને જન્મ આપ્યો છે. ગુરુવારે ઈમર્જન્સી સિઝેરિયન સેક્શન સર્જરીથી પુત્રીનો જન્મ થયો હતો. બાળકી પ્રેગનેન્સીના 32મા અઠવાડિયે જન્મી હતી અને તેનું વજન 1.45 કિલો છે.

પુણેની ગેલેક્સી કેર હોસ્પિટલના ટ્રાન્સપ્લાન્ટ સર્જન શૈલેષ પુન્તાંબેકરે જણાવ્યું, “માતા અને બાળક બંનેની તબિયત સારી છે. છેલ્લા એક વર્ષની જર્ની ખાસ્સી મુશ્કેલ હતી. પરંતુ હવે ટ્રાન્સપ્લાન્ટ પછી રહેલા ગર્ભથી એક સ્વસ્થ બાળકનો જન્મ થયો છે. આ બાળક આખા દેશને તેના જન્મની આ અદ્ભૂત સ્ટોરી ગર્વથી કહી શકશે.” આખા દેશમાં આવુ બીજુ ટ્રાન્સપ્લાન્ટ થયું છે. ડિલીવરી પણ ગેલેક્સી હોસ્પિટલમાં જ કરવામાં આવી હતી.

ડોક્ટરો ગર્ભ 34 અઠવાડિયાનો થઈ જાય ત્યારે નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં સી-સેક્શન કરવાનું વિચારતા હતા. પરંતુ 28 વર્ષની માતાને હાઈ બ્લડ શુગર અને બ્લડ પ્રેશરની સમસ્યા થતા ઓપરેશન વહેલુ કરવુ પડ્યું હતું. ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ કરનાર લેપ્રોસ્કોપિક સર્જન ડો. નીતા વાર્તીએ જણાવ્યું, “તપાસમાં માલૂમ પ્યું કે ગર્ભનાળ ગર્ભ કરતા વધુ ઝડપથી મેચ્યોર થઈ રહી હતી. આ કારણે ગર્ભનો વિકાસ અટકે તેવી શક્યતા ઊભી થઈ હતી. આ કારણે અમે ઓપરેશન કરીને બાળકનો જન્મ કરાવી લેવાનું જ વધુ યોગ્ય સમજ્યું.”

પ્રેગ્નેન્સી કન્ફર્મ થઈ ત્યારથી 28 વર્ષની માતા હોસ્પિટલમાં સતત ઓબ્ઝર્વેશન હેઠળ હતી. દેશમાં ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત કરનાર પુન્તાંબેકરે અત્યાર સુધી 6 ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. તેમણે જણાવ્યું, “ગર્ભાશય ટ્રાન્સપ્લેન્ટમાં ચેતાતંતુઓ ટ્રાન્સફર કરવામાં આવતા નથી. આથી આવી સ્ત્રીઓને લેબર પેઈન ઉપડતું નથી.” બુધવારે કરાયેલી સોનોગ્રાફીમાં માલૂમ પડ્યું કે બાળક સ્વસ્થ છે.

ડો. પુનતાંબેકર અને ડો. વાર્તીએ 2017માં મેની 18 અને 19 તારીખે પહેલવહેલું ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. સ્વીડન અને યુ.એસમાં સફળતાથી આવા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. પરંતુ ભારતની વિશેષતા એ છે કે અહીં લેપ્રોસ્કોપીથી આ ટ્રાન્સપ્લાન્ટ કરાય છે. સ્વીડનમાં કટ સર્જરીથી આ પ્રક્રિયા થાય છે. ડો. પુનતાંબેકર દાતાઓના શરીરમાંથી ગર્ભાશય કાઢે છે જ્યારે ડો. વાર્તી તેને ટ્રાન્સપ્લાન્ટ કરે છે.

આવા ટ્રાન્સપ્લાન્ટ બાદ ગર્ભ ધારણ કરનારા દર્દીઓની પ્રેગનેન્સી થોડી જુદી હોય છે. આવી સ્ત્રીઓને અપાતી દવાઓને કારણે બ્લડ શુગર વધી જાય છે. વડોદરાની સ્ત્રીને એક બાળક આખા મહિને જીવિત બચાવી શકાયુ નહતું જ્યારે પાંચ વાર મિસકેરેજ યા હતા. તેને અગાઉના ગર્ભાશય અને આંતરડામાં છિદ્રો પડી જવાની સમસ્યા હતી. મેડિકલ ક્ષેત્રે ગેલેક્સી કેર હોસ્પિટલે આ અદભૂત સિદ્ધિ હાંસલ કરી છે. ડોક્ટરોએ જણાવ્યું, “આ ઓપરેશનને કારણે ગર્ભાશયની તકલીફ ધરાવતી અથવા તો ગર્ભાશય વિના જન્મેલી સ્ત્રીઓ માટે માતા બનવાની આશા ઉજળી થશે. આવી સ્ત્રીઓને કહેવામાં આવે છે કે તમે ક્યારેય સંતાનને જન્મ નહિ આપી શકો પરંતુ હવે એવુ નથી રહ્યું.”

ગર્ભાશયના ટ્રાન્સપ્લાન્ટથી બાળકને જન્મ આપનાર દેશનું પ્રથમ કપલ દશેરાના દિવસે બાળકના જન્મથી સાતમા આસમાને છે. મીનાક્ષીના પતિ હિતેશ વાળંદે જણાવ્યું, “અમારી ખુશીનો પાર નથી. 2011માં અમારુ પ્રથમ સંતાન જન્મની થોડી જ વારમાં ગુજરી ગયુ ત્યાર બાદ ખુશી શું કહેવાય તે અમે ભૂલી ગયા હતા. મારી પત્નીને ત્રણ મિસકેરેજ થઈ ગયા હતા જેને કારણે એનું ગર્ભાશય નિષ્ક્રિય થઈ ગયુ હતુ.” વાળંદ વડોદરાથી 50 કિ.મી દૂર આવેલા જંબુસર ગામના છે. હિતેશ એક સલૂન ચલાવે છે જ્યારે મીનાક્ષી બ્યુટિશિયન છે. મીનાક્ષીએ જણાવ્યું કે તે પુત્રીના જન્મથી ખૂબ જ ખુશ છે.

ડો. શૈલેષ પુન્તાંબેકરે જણાવ્યું, “બાળક જન્મ પછી તરત જ રડ્યું હતું. શ્વાસ લેવામાં સહેજ તકલીફ હતી પણ ઓક્સિજન થેરાપીથી તે સમસ્યા ઉકલી ગઈ હતી. હવે તે પોતાની જાતે શ્વાસ લઈ શકે છે. અત્યારે બાળકને હોસ્પિટલના નિયોનેટાલ ઈન્ટેન્સિવ કેર યુનિટમાં રાખવામાં આવ્યું છે.”

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here