નાગાલેન્ડની છોકરીએ ગિટાર વગાડી પર્ફોર્મ કર્યું રાષ્ટ્રગીત, વાયરલ થયો વીડિયો

ભારતના ઉત્તરપૂર્વીય રાજ્ય નાગાલેન્ડમાં એક કાર્યક્રમ દરમિયાન ભારતીય રાષ્ટ્રગીત નાગા શૈલીમાં કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનો એક નાનકડો હિસ્સો ઉચ્ચ શિક્ષણ અને આદિજાતિ બાબતોના મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ તેમ્જેન ઇમના અલંગ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ખરેખરમાં, નાગાલેન્ડના મંત્રી ટેમ્જેન ઇમના અલંગે એક નાગા છોકરીનો વીડિયો શેર કર્યો છે, જેમાં એક ઇવેન્ટ દરમિયાન છોકરી ઇલેક્ટ્રોનિક ગિટાર પર ભારતીય રાષ્ટ્રગીત વગાડતી જોવા મળે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરીએ ગિટાર પર રાષ્ટ્રગીતની ધૂન એટલી સુંદર રીતે વગાડી કે આ વીડિયોએ બધાનું દિલ જીતી લીધું. ટ્વીટર પર વિડિયો શેર કરતા ટેમ્જેન ઈમ્ના અલંગે લખ્યું, ‘નવી પેઢીનો દેશભક્તિનો ગુંજતો અવાજ.’ તેણે આગળ કેપ્શનમાં લખ્યું, ‘નાગા સ્ટાઈલમાં રાષ્ટ્રગીત.’

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. મેજર ગૌરવ આર્યએ પણ આ જ વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતા તેણે લખ્યું, ‘હોર્નબિલ ફેસ્ટિવલમાં એક નાગા મહિલા દ્વારા ગિટાર પર રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું.

જણાવી દઈએ કે જ્યારથી આ વીડિયો વાયરલ થયો છે, લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ નાગા મહિલાની પ્રતિભાની દરેક વ્યક્તિ પ્રશંસા કરી રહી છે. લોકો ગિટારની ધૂન પર રાષ્ટ્રગીતને પસંદ કરી રહ્યા છે. ભારતનું રાષ્ટ્રગીત જન-ગણ-મન નોબેલ પારિતોષિક વિજેતા રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવ્યું હતું. તેને 24 જાન્યુઆરી 1950ના રોજ રાષ્ટ્રગીતનું બિરુદ મળ્યું.

Scroll to Top