દાદીમાંની ખબર કાઢવા આવ્યો બંદરઃ અદભૂત છે વૃદ્ધા અને દાદીમાં વચ્ચેના સંબંધનો આ વાયરલ વિડીયો…

મનુષ્ય અને જાનવરો વચ્ચે સંબંધ ખૂબ અદભૂત હોય છે. આ સંબંધમાં કોઈપણ પ્રકારની ભાષાના પ્રયોગ વિના જ એકબીજા સાથે લાગણીથી જોડાયેલા રહે છે. આ સિવાય ક્યારેય એવા કિસ્સા પણ આપણે નથી સાંભળ્યા કે જ્યારે કોઈ કુતરાએ અથવા તો અન્ય જાનવરે માણસ સાથે ગદ્દારી કરી હોય.

https://www.youtube.com/watch?time_continue=4&v=f61BU-PybNo&feature=emb_logo

આવો જ એક વિડીયો તાજેતરમાં સામે આવ્યો છે જેમાં એક બીમાર વૃદ્ધાને મળવા માટે કોઈ સગા કે સંબંધી નહી પરંતુ એક બંદર આવ્યો છે. આ ખુબજ અજીબ ઘટના છે અને વિડીયો પણ નવાઈ પમાડે તેવો છે.

હકીકતમાં આ મહિલા રોજ બંદરોને ખવડાવતા હતા પરંતુ ઉંમર વધી ગઈ અને તેઓ બિમાર પડ્યા અને થોડા દિવસ તેઓ બંદરોને ભોજન ન આપી શક્યા. તો બંદરોને પણ થોડા દિવસ આ વૃદ્ધા ન દેખાયા તો તેમની શોધ કરવા માટે તેમના ઘર સુધી આવી ગયા.

અને ઘરે આવીને બંદરે જે કર્યું તેને જોઈને કોઈપણ રડી પડે. આ બંદર સૂતેલા વૃદ્ધા પાસે આવીને તેમને ગળે લગાવે છે અને માથા પર હાથ ફેરવે છે, બીલકુલ એવી રીતે જાણે તેનો દિકરો હોય. તો મહિલા પણ બંદરને પ્રેમથી ગળે લગાવે છે.

આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય લોકો આના પર જોરદાર કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

Scroll to Top