ગાંધીના ગુજરાતમાં માતાઓ બહેનોની સલામતી હવે એક પ્રશ્ન બની રહ્યો છે. એક સમય એવો હતો કે જ્યારે ગુજરાત વિશે એવું કહેવાતું હતું કે, ગુજરાત રાજ્યમાં કોઈપણ દિકરી રાત્રે 2 વાગ્યે પણ એકલી બહાર નિકળે તો તે સુરક્ષીત હોય અર્થાત તેને કોઈપણ પ્રકારનો ડર નથી હોતો. પરંતુ હવે આ સ્થિતિ ધીમે-ધીમે બદલાઈ રહી હોય તેવું પ્રતીત થઈ રહ્યું.
ગુજરાતમાં છાશવારે બહેનો દિકરીઓની છેડતી, બળાત્કાર, નાનકડી સાવ ફૂલ જેવી માસૂમ દિકરીઓ સાથે દુષ્કૃત્ય… આ પ્રકારના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગાંધીના ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પહેલા જેવી કેમ ન થઈ શકે તે મામલે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. અને બીજી તરફ આ પ્રકારની ઘટના ગુજરાતની અસ્મિતા અને ગૌરવને પણ નુકસાન પહોંચાડે છે. કારણકે આખા ભારત દેશમાં ગુજરાત એક સૌથી સુરક્ષિત રાજ્ય માનવામાં આવે છે.
બગસરાના હડાળા ગામે રહેતી પરિણીતાને તું કેમ પ્રેમ સંબંધ રાખતી નથી તેમ કહીને સાડી પકડીને છેડતી કરવામાં આવી હતી. ઉપરાંત તેના પતિને આજે તો તું બચી ગયો છે તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે પરિણીતાએ પોલીસમાં ફરિયાદ કરી છે.
ઘટના અંગે મળતી માહિતી મુજબ હડાળા ગામે રહેતી અને ઘરકામ કરતી મહિલા તેના જ ગામના હિતેષ વિનુચાવડા, દેવજી ધનજી ચાવડા, વિનુતથા સવજી ચાવડા સામે ફરિયાદ કરી છે. જે મુજબ પીડિતાને હિતેષે કહ્યુંકે, તું કેમ પ્રેમ સંબંધ રાખતી નથી સાથે જ તેનેધમકી પણ આપી હતી. દેવજીએ મહિલાની સાડી પકડીને ખેંચી હતી ઉપરાંત ચારેયરે આરોપીએ ઢીકા પાટુ માર્યાં હતા તેના પતિને આજે તો બચી ગયો છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાને પગલે ગામમાં પણ લોકોમાં રોષ વ્યાપી ગયો છે.
જાહેર રોડ એક સ્ત્રી સાથે થતી આ પ્રકારની ઘટનાઓને ડામવા માટે ગુજરાતમાં કાયદો પણ બનાવવામાં આવ્યો છે અને પોલીસ સરસ રીતે પોતાનું કામ પણ કરી રહી છે એમાં જરાપણ શંકાને સ્થાન નથી. પરંતુ માતાઓ બહેનોની સુરક્ષાને લઈને કડક કાયદો બનાવવામાં આવ્યો હોવા છતા પણ આ દુષ્ટ લોકોને કાયદાનો કોઈ ડર કેમ રહ્યો નથી તે એક યક્ષ પ્રશ્ન છે.