અરવલ્લીઃ મહિલા પોલીસ કર્મચારીએ કર્યો આપઘાત… પણ શું છે કારણ?

અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

આખરે પોલીસવિભાગમાં એવું તે શું બની રહ્યું છે કે પોલીસકર્મીઓના આપઘાતના કેસ વધી રહ્યા છે. પરંતુ આ કેસમાં SRP જવાન પતિ સાથે ઘરકંકાસને લઈ ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. આ ઘટનાને લઈને ભિલોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા પોલીસકર્મીએ તા. 21ના રોજ રાત્રે 11.30 વાગ્યા પહેલા પોતાના ઘરે જ અગમ્ય કારણસર આપઘાત કરી લીધો હતો. જે બાદમાં રાત્રે 12.30 વાગ્યાની આસપાસ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે ભિલોડા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Scroll to Top