સાડી પહેરીને કસરત અને વેઈટ લિફ્ટીંગ કરી રહી છે મહિલાઃ જૂઓ વાયરલ વિડીયો…

અત્યારનો સમય એવો આવી ગયો છે કે, લોકો વેઈટ લિફ્ટીંગ, કસરત, જીમ, યોગા વગેરે તરફ આગળ વધ્યા છે. તો લોકડાઉનમાં લોકોનું બોડી વધી ગયું હતું, વજન પણ વધી ગયું હતું એટલે એ લોકો પોતાના શરીરને ફીટ રાખવા માટે કરસતના માર્ગે ચડ્યા છે. ત્યારે જો તમારે પણ હકીકતમાં વર્કઆઉટ કરવું હોય તો અમે આપના માટે એક ખાસ વિડીયો લઈને આવ્યા છીએ જે આપને ખૂબ જ પ્રેરણા આપી શકે છે.

 

ડો. શરવરી ઈનામદાર પૂણેની રહેવાસી છે અને પોતાના નવા વિડીયો બાદ તે ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહી છે. આ વિડીયોમાં તેમણે એક સાડી પહેરી હતી અને તે એક જીમમાં વર્કઆઉટ કરી કરતી દેખાઈ રહી છે. છેલ્લા 5 વર્ષથી એક કઠોર ફિટનેસ શિડ્યુલનું તે પાલન કરી રહી છે અને પુશ-અપ્સ, પુલ-અપ્સ, અને વેઈટ ટ્રેનિંમાં પણ તેમની માસ્ટરી છે. પરંતુ આ તમામ બાબતો વચ્ચે સૌથી અઘરી અને મોટી વાત તો, સાડી પહેરીને આ પ્રકારની કસરતો કરવી તે છે. પરંતુ તેમ છતા આ મહિલા આ કામ ખૂબ મસ્ત થઈને કરી રહી છે.

શરવરીને ઈન્સ્ટાગ્રામ પર 5 હજાર જેટલા લોકો ફોલો કરે છે. તેમના ઈન્સ્ટાગ્રામ પર તેમના વર્કઆઉટના અનેક વિડીયોઝ છે. જેમાં તેઓ સાડી પહેરીને કસરત કરતી દેખાઈ રહી છે.

Scroll to Top