ટ્વીટર પર એક હ્યદય સ્પર્શી ફોટોગ્રાફ્સ વાયરલ થયા છે. આ ફોટોગ્રાફ્સ ઘણા સંદેશ આપી જાય છે. આ ફોટોગ્રાફ્સ એટલા પ્યારા છે કે, આપનું દિલ ખુશ થઈ જશે. આ ફોટોગ્રાફ્સમાં એક ખિસકોલી અને એક પક્ષી આમને સામને બેસીને કંઈક ખાતા દેખાઈ રહ્યા છે.
ફોટોગ્રાફ્સ જોતા જ ખ્યાલ આવી જાય છે કે, આ બંન્ને વચ્ચે ખૂંબ મજબૂત મિત્રતા છે અને બંન્ને આરામથી ટેબલ પર મૂકેલા નટ્સ અને અન્ય વસ્તુઓ ખાઈ રહ્યા છે. ટ્વીટર પર આ પોસ્ટને એ ફેઝ ઓફ ટુ મેક યૂ સ્માઈલ નામના હેન્ડલથી શેર કરવામાં આવી છે. આ ફોટોગ્રાફ્સ પર કેટલાય લોકોએ કમેન્ટ્સ પણ કરી છે અને લાઈક પણ કરી છે. કેટલાક યુઝરે આ ફોટોગ્રાફ્સને જોરદાર કમેન્ટ્સ આપી છે.