Article

અલગ-અલગ રાજ્યના લગ્નના આ રીતી-રિવાજ જાણીને તમે પણ દંગ રહી જશો,

ભારતમાં લગ્નનું ખુબજ મહત્વ છે, જીવન માં લગ્નનો ખર્ચો એટલે સૌથી મોટો ખર્ચ ગણાઈ છે ત્યારે આજે તમે વાંચો અલગ અલગ રાજ્યના અલગ અલગ રિવાજથી થતા લગ્નો વિશે, અમુક તો વાંચતા વાંચતા તમે હસી પડશો.

દુનિયામાં સૌથી બેસ્ટ છે ઈન્ડિયન વેડિંગ ઈવેન્ટ.

બીજા બધા પ્રસંગો કરતા લગ્નમાં સૌથી વધારે ખર્ચો કરવામાં આવેછે. આઉટફીટથી વેન્યુ અને ખાણીપીણી પર ખાસ ધ્યાન આપવામાં આવે છે કદાચ આ કારણોસર ઈન્ડિયન વેડિંગને દુનિયામાં સૌથી બેસ્ટ ઈવેન્ટ માનવામાં આવે છે. પરંતુ, દેશના જુદા જુદા ભાગ અને પ્રાંતમાં થનારા લગ્નના કેટલાક એવા રીત-રીવાજ છે જે જાણીને આશ્ચર્ય થશે. આ પરંપરા આજે પણ કેટલાય વર્ષોથી અનુસરવામાં આવે છે. આ પરંપરાઓમાં ગુજરાતી પરંપરાથી લઈને બંગાળીઓની રીત રસમનો સમાવેશ થાય છે. જોઈએ કેટલીક ચોંકવનારી રીત રસમ.

અહીં વરરાજાની મા લગ્નવિધીમાં ન આવી શકે.

બંગાળી લગ્નમાં વરરજાની મા લગ્નવિધીમાં આવતી નથી. આ ઉપરાંત વરરાજાની મા લગ્ન નિહાળતી પણ નથી. આ પાછળનું કારણ એ છે કે,એવું માનવામાં આવે છે કે, નવા દંપતિને લગ્નગ્રંથીથી જોડાતા જોવાએ અપશુકન માનવામાં આવે છે.

વરરાજા મંડપમાંથી ભાગી જાય છે.

એવું માનવામાં આવે છે કે, તમિલ રીત રિવાજ પ્રમાણે લગ્નમાંવરરાજા સંન્યાસી બનવા માટે મંડપમાંથી ભાગી જવાનો ડોળ કરે છે.જ્યારે કન્યાના પિતા તેને રોકવાનો પ્રયત્ન કરે છે. આ વિધી બાદ લગ્ન કરવામાં આવે છે.

વરરાજાનું નાક ખેંચવામાં આવે છે.

ગુજરાતી લગ્નવિધીમાં વરરાજાની સાસુ વરરાજાની આરતી ઊતાર્યા બાદ તેનું નાક ખેંચે છે. ગુજરાતીમાં તેને પોંખવું કહે છે. ત્યાર બાદ કન્યા વરરાજાને હાર પહેરાવવા માટે આવે છે.

કપડાં ફાડવામાં આવે છે.

સિંધી લગ્નમાં વરરાજાના મિત્રો તથા સંબંધીઓ વરરાજાના કપડાં ફાડે છે. આવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે, લગ્નથી નવી જિંદગીની થાય છે અને જૂના દિવસોનો અંત આવે છે.

જવાબદારી શીખવાડવાની અનોખી પરંપરા.

બિહારના લગ્નમાં કન્યા પોતાના માથે માટીનો ઘડો લઈને આવે છે. ત્યાર બાદ વડીલોને પગે લાગીને આશીર્વાદ મેળવે છે.આ રીત એવું દર્શાવે છે કે,કન્યાએ હવે એક સાથે અનેક જવાબદારીઓ ઉઠાવવાની છે.

મંદિરમાંથી પાણી લાવવામાં આવે છે.

પંજાબી લગ્નમાં કન્યાની મા મંદિરમાંથી પાણી લઈને આવે છે, આ પાણીથી સ્નાન કર્યા બાદ કન્યા લગ્નના ડ્રેસને પહેરે છે.

અનોખું સ્વાગત.

ઉત્તર પ્રદેશના સરસૌલમાં વરરાજા અને વરઘોડીયાઓનું સ્વાગત તેમના પર ટામેટા ફેંકીને કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે,આવું કરવાથી સંબંઘો મજબુત થાય છે.

વરરાજાનો કાન ખેંચવામાં આવે છે.

મરાઠી વિવાહ દરમિયાન કન્યાનો ભાઈ વરરાજાનો કાન ખેંચે છે અને પોતાની બેનનું ધ્યાન રાખવા માટે સલાહ આપે છે.

સફેદ ઝંડા લઈને આવે છે વરઘોડિયાઓ.

કુમાઉંના લગ્નમાં એક એવી પરંપરા છે કે, વરઘોડિયાઓ સફેદ ઝંડા લઈને કન્યાના ઘરે આવે છે. વિદાય બાદ કન્યા લાલ ઝંડો આગળ અને વરરાજાનો સફેદ ઝંડો પાછળ રાખવામાં આવે છે.

માછલીઓને મુક્ત કરવામાં આવે છે.

મણિપુરના લગ્નમાં નવયુગલોએ તળાવમાં માછલીઓને મુક્ત કરવાની હોય છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી આવનારી લાઈફમાં ખુશીઓ મળે છે.

માળાઓની ફેરબદલી.

અસમના વિવાહમાં માત્ર વર-વધુ વચ્ચે માળાઓની ફેરબદલી કરવામાં આવ ..અસમના વિવાહમાં માત્ર વર-વધુ વચ્ચે માળાઓની ફેરબદલી કરવામાં આવે છે.

રાજસ્થાનમાં દિખાવા.

રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વર અને કન્યાના પરિવારે આપેવી ભેંટ જાહરમાં ખોલીને સંબંધીઓને બતાવવાની હોય છે. આ રીતને દિખાવ કહેવામાં આવે છે.ભારતમાં લગ્નનું ખુબજ મહત્વ છે, જીવન માં લગ્નનો ખર્ચો એટલે સૌથી મોટો ખર્ચ ગણાઈ છે ત્યારે આજે તમે વાંચો અલગ અલગ રાજ્યના અલગ અલગ રિવાજથી થતા લગ્નો વિશે, અમુક તો વાંચતા વાંચતા તમે હસી પડશો…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker