હવે દિલ્હી સરકાર કોન્ટ્રાક્ટ પર નહી પણ સીધી જ ભરતી કરશે

દિલ્હી સરકારે હવે સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને ખાનગી એજન્સીઓ દ્વારા નહી રાખશે. સરકારે આ બાબતે બે મોટાં નિર્ણય કર્યાં છે.

સરકારે સૌપ્રથમ આ કર્મચારીઓનું લઘુત્તમ વેતન 9500 થી વધારીને 14000 કર્યું છે. તેટલું જ નહી લઘુત્તમ વેતન નિર્ધારણ બાદ ડાયરેક્ટ એકાઉન્ટ પેમેન્ટ પણ જરૂરી બનાવ્યું છે.

દિલ્હી સરકારે આ ફેરફાર નબળા કાયદાને ધ્યાનમાં રાખીને કર્યો છે. જો કોઇ નિગમ તેનું ઉલ્લંઘન કરે તો તેને 6 મહિનાથી લઇને 3 વર્ષ સુધીની સજા અને 50 હજારના દંડની જોગવાઇ કરી છે.

દિલ્હી એડવાઇઝરી લેબર બોર્ડને રિપોર્ટ સોંપવામાં આવ્યો જે બાદ તથ્યોના આધારે બોર્ડે નિર્ણય લીધો કે, દિલ્હી સરકારમાં જેટલાં પણ કર્મચારી કોન્ટ્રાક્ટના માધ્યમથી કામ કરી રહ્યાં છે તેને પુર્ણ કરવામાં આવે અને દરેક ડિપાર્ટમેન્ટ તેમની પાસેથી સીધું જ કામ લેશે એટલે કે, ડાયરેક્ટ ભરતી કરવામાં આવશે.

બોર્ડના નિર્ણય બાદ સૌથી પહેલાં તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ન્યૂનત્તમ વેતન મળશે અને PF પણ મળશે. આ નિર્ણયથી સરકાને બોજ વધશે, પરંતુ સરકાર 10% કમિશન જે એજન્સીને આપે તેમજ 10% GST થતો હતો તેમાં કમી આવશે. જ્યારે દરેક વિભાગોમાં લેબર વેલફેર ઓફિસરની નિમણૂંક થશે.

એકતરફ દિલ્હી સરકારે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ મામલે આ પ્રકારનો નિર્ણય લીધો છે ત્યારે આવા જ પ્રકારનો નિર્ણય ગુજરાત સરકારના કર્મચારીઓ માટે ક્યારે લેવાશે તે જોવું રહ્યું. નોંધનિય છે કે ગુજરાતમાં પણ કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ પોતાની માંગોને લઇને સરકાર સામે બાંયો ચડાવતા રહે છે અને અવાર-નવાર પોતાની રજુઆતો કરતા હોય છે જેનું તાજું ઉદાહરણ ગુજરાતમાં આગંણવાડીની બહેનો

છેલ્લા ઘણા સમયથી પગાર વધારાની માંગણી કરી રહી છે ત્યારે દિલ્હી સરકાના આ નિર્ણય પરથી ગુજરાત સરકાર બોધપાઠ લે છે કે નહી તે જોવું રહ્યું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top