ગુજરાત સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળી દરમિયાન સ્કૂલ અને કૉલેજના વિદ્યાર્થીઓના વેકેશનમાં કાપ મૂકવામાં આવ્યો છે. એટલે કે હવે દિવાળી દરમિયાન મળતા વેકેશનમાંથી અઠવાડિયાનો સમય બાકાત કરવામાં આવશે પણ બીજી તરફ એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે જે જાણીને સ્કૂલ અને કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓને ખુશ-ખુશ કરી દેશે. સરકારે નવરાત્રીના નવ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને વેકેશન આપવાનો નિર્ણય કર્યો છે.
એટલે કે હવે વિદ્યાર્થીઓને નવરાત્રીમાં જતી વખતે સ્કૂલે જવાની ચિંતા નહીં સતાવે. એવું થતું હતું કે નવરાત્રીનો શોખ હોવા છતાં વિદ્યાર્થીઓ ગરબા રમવાની મજા નહોતા લઈ શકતા કારણ કે જેમને બીજા દિવસે સવારે સ્કૂલે જવાનું હોય તેમને સ્કૂલે જવાની ચિંતા સતાવતી હતી. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગેની મોટી જાહેર કરીને આ વેકેશનની વાત જણાવી છે.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું છે કે, રાજ્યની સ્કૂલ અને કૉલેજમાં નવરાત્રીના 9 દિવસ વેકેશન રાખવામાં આવશે. આ વેકેશનના કારણે વિદ્યાર્થીઓના ભણતર પર કોઈ અસરના થાય તે માટે દિવાળીના વેકેશનમાંથી 5 દિવસ બાદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારે લીધેલા આ મોટો નિર્ણયને વિદ્યાર્થીઓ અને શિક્ષણ જગત દ્વારા આવકારવામાં આવશે, પણ આ મોટા નિર્ણય બાદ રાજકારણમાં ગરમાવો આવી શકે છે.