Ajab GajabArticleInternational

જોબ ન મળી તો કર્યું આ કામ, હવે Google-Netflix જેવી કંપનીઓ કરી રહી છે Call

બેરોજગારીથી પરેશાન કેલિફોર્નિયાના એક વ્યક્તિએ એવી રીત અપનાવી કે તેને 1-2 નહીં પરંતુ પૂરી 200 કંપનીઓએ નોકરીની ઓફર મોકલી છે. ડેવિડ કૈસારાજ નામના આ વ્યક્તિની નોકરી જતી રહી હતી. કોઈ પણ કંપની તેનો બાયોડેટા સિલેક્ટ કરવા માટે તૈયાર ન થઈ, ત્યારબાદ ડેવિડે એક એવી રીત અપનાવી કે, નોકરી મળવાની સાથે-સાથે તે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ ગયો.

ડેવિડ ટેક્સાસની યૂનિવર્સિટીથી મેનેજમેન્ટનો અભ્યાસ કરી ચુક્યો છે. તેણે વર્ષ 2014થી 2017 સુધી જનરલ મોટર્સમાં કામ કર્યું હતું. પરંતુ કોઈ કારણસર તેને નોકરીમાંથી તગેડી મુકવામાં આવ્યો, ત્યારબાદ તેને કોઈ પણ કંપની નોકરી આપવા તૈયાર ન હતી. તેણે કંટાળી આ રીત અપનાવી પડી.

ડેવિડે કંપનીઓને બાયોડેટા મોકલવાની જગ્યાએ રોડ પર જ લોકોને પોતાનો બાયોડેટા વહેંચવાનું શરૂ કરી દીધુ. લોકો તેને ભીખારી ન સમજી લે તેના માટે તેણે એક પોસ્ટર પણ પોતાની સાથે રાખ્યું હતું, બેઘર પણ સફળતાનો ભુખ્યો, બાયોડેટા લઈ લો.

ડેવિડે જણાવ્યું કે, તેની પાસે પૈસા ખતમ થઈ ગયા હતા. નોકરીની શોધ કરતા-કરતા તે થાકી ચુક્યો હતો, પરંતુ કોઈ પણ કંપની તેને નોકરી આપવા તૈયાર ન હતી. તે ઘરે પાછો ફરવા માંગતો ન હતો, તેથી તેણે રસ્તા પર જ લોકોને બાયોડેટા વહેંચવાનું શરૂ કરી દીધુ.

કાઝેરેઝ, જેમણે વેબ ડીઝાઇન અને લોગો ડિઝાઇનની જોબ્સમાં કેટલાક ફ્રીલાન્સિંગ કર્યા હતા, તે એક માહિતી સિસ્ટમ્સ મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ છે.

ટ્વિટરમાં શનિવારના રોજ, તેમના ફોટોનો તસવીરો રાખવામાં આવ્યો હતો અને તેના રેઝ્યૂમે 50,000 થી વધુ વખત ટૉક કર્યો હતો અને તેને 70,000 વખત ગમ્યો હતો.

જેસમીન સ્કોફીલ્ડ નામની મહિલાએ તેની તસવીર અને બાયોડેટા ટ્વિટર પર શેર કરી દીધો. પછી શું થયું. જોત જોતામાં આ પોસ્ટ ગેટ ડેવિડ અ જોબ(ડેવિડને નોકરી અપાવો) હૈશટેગ સાથે વાયરલ થઈ ગયો, અને ડેવિડને અત્યાર સુધીમાં ગૂગલ, નેટફ્લિક્સ, લિંક્ડઈન સહિત 200 મોટી કંપનીઓ તરફથી નોકરીની ઓફર મળી ચુકી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker